ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં દોઢ લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઝડપાયા

05:17 PM Nov 22, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગરમાં એન્ટ્રી કરપ્શન બ્યુરો એ સફળ ટ્રેપ ગોઠવી શિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિત ચાર શખ્સોને લાંચની કાર્યવાહી હાથ ધરી હતી, નોકરીમાં પાછા લેવા અને બાકી પગાર ચૂકવવા માટે 2 લાખ રૂૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી 1.50 લાખ રૂૂપિયા સ્વીકારતા બે આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. બે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ફરિયાદીને ક્લસ્ટર કો-ઓર્ડિનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા, તેમનો બાકી પગાર ચૂકવવા અને પોલીસ ફરિયાદ ન કરવા માટે આરોપી દશરથસિંહ પાંચાભાઈ ચૌહાણ (વિસ્તરણ અધિકારી, વર્ગ-3) એ 2 લાખ રૂૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું.

છટકા દરમિયાન આરોપી દશરથસિંહ ચૌહાણે ફરિયાદીના મિત્ર સાથે વાતચીત કરી લાંચના નાણાં આરોપીઓ રુતુરાજસિંહ, જીગર તથા વિરેન્દ્રસિંહ મારફતે આપવાનું જણાવ્યું હતું. આથી, અગ્રવાલ આંખની હોસ્પિટલના પ્રથમ માળે ગોઠવેલી ટ્રેપમાં આરોપી રુતુરાજસિંહ ધીરુભાઈ પરમાર (પોલીસ કોન્સ્ટેબલ) અને અન્ય એક આરોપી જીગરભાઈ જયંતિભાઈ ઠક્કર એ 1.50 લાખ રૂૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

જ્યારે દશરથસિંહ પાંચાભાઈ ચૌહાણ (વિસ્તરણ અધિકારી) અને વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ગોહેલ ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.આ કાર્યવાહી ડી.એ. ચૌધરી, પો.ઇન્સ. ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે. દ્વારા કરવામાં આવી હતી, અને સુપરવિઝન અધિકારી તરીકે ડી.એ. ચૌધરી, ઇ. મદદનીશ નિયામક, એ.સી.બી. ગાંધીનગર એકમ હતા. આ દરોડા થી ચકચાર મચી જવા પામી છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement