રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્ટાર ચેમ્બરના પાર્કિંગમાં દારૂની મહેફિલ માણતા વેપારી સહિત બે પકડાયા

04:01 PM Aug 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના હરિહર ચોક પાસે આવેલા સ્ટાર ચેમ્બર બિલ્ડિંગના પાર્કિંગમાં રાત્રિના કારમાં દારૂની મહેફીલ માણી રહેલા વેપારી સહિત બે શખસોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રૂપિયા ચાર લાખની કિંમતની કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો મુજબ,એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે હરિહર ચોક પાસે આવેલા સ્ટાર ચેમ્બરના પાર્કિંગમાં કારમાં દારૂની મહેફીલ માણી રહેલા બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસે આ શખસોની પૂરતાછ કરતા તેના નામ નીરજ જગદીશભાઈ રૂડકીયા (રહે. હિંમતનગર સોસાયટી, ગાંધીગ્રામ) અને પ્રતીક અમૃતભાઈ અઘોલા (ઉ.વ 32 રહે. મેમકા તા.વઢવાણ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, નીરજ વેપારી છે.જ્યારે પ્રતીકને અહીં સ્ટાર ચેમ્બરમાં છઠ્ઠા માળે 630 નંબરની ઓફિસ આવેલી છે. પોલીસે રૂપિયા ચાર લાખની કિંમતની કાર કબજે કરી બંને સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement