રાજકોટની બે યુવતીએ જૂનાગઢના એડવોકેટને બ્લેક મેલનો પ્રયાસ કર્યો
બે યુવતી સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ
જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગંભીર ગુનાઓ નોંધાયા છે. પ્રથમ કેસમાં, જુનાગઢના એક વકીલ સામે રાજકોટની બે યુવતીઓએ બ્લેકમેલિંગનો પ્રયાસ કર્યો છે. આરોપી કવિતા માકડીયા અને બિંદિયા રાઠોડે અગાઉના સંબંધોની વાત કરી, સમાજમાં બદનામી કરવાની અને ફરિયાદીની પત્નીને જાણ કરવાની ધમકી આપી હતી. મોહિત રાઠોડ નામના ત્રીજા આરોપી સાથે મળીને તેમણે ફરિયાદને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બીજા કેસમાં, જુનાગઢના જયેશભાઈ વાઘેલા સાથે નોકરીના બહાને છેતરપિંડી થઈ છે.આરોપી દીપક ભટ્ટે પોતાને પોસ્ટ વિભાગનો કર્મચારી ગણાવી, પટ્ટાવાળાની નોકરી અપાવવાનું કહી ફરિયાદી અને તેમની પત્ની પાસેથી કુલ રૂૂ. 3,31,786 પડાવ્યા હતા. આરોપીએ ન તો નોકરી અપાવી કે ન તો પૈસા પરત કર્યા.
બંને કેસમાં સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. પ્રથમ કેસની તપાસ psi એચ.બી. ચૌહાણ અને બીજા કેસની તપાસ ઙજઈં આર.વી. ચૌહાણ કરી રહ્યા છે.