અક્ષર રોડ પર ધસી આવેલા બે ગઠિયાએ વૃધ્ધનો મોબાઇલ તફડાવી લીધો
અમીન માર્ગ પર ચિત્રકૂટધામ સોસાયટીમાં રહેતાં શરદભાઈ ચુનીલાલ પીઠડીયા (ઉ.વ.66)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ તેમના પરીવાર સાથે રહે છે અને તેઓ ઘરેથી એડવર્ટાઇજીંગનુ કામ કરે છે.તા.18/09/2025 ના રાત્રીના હુ અતિથી ચોક ખાતે આવેલ ક્રિષ્ના હોટલ ખાતે ચા પીવા માટે ગયેલ હતો અને રાત્રીના આશરે સાડા બારેક વાગ્યે પરત મારા ઘરે જવા માટે મારુ એક્ટીવા રાત્રે અતિથી ચોક પાસે હોટલે ચા-પાણી પીવા ગયા હતા.
જ્યાંથી સ્કૂટર પર પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે અક્ષર રોડ પર બાઈકમાં ધસી આવેલા બે શખ્સોએ તેનું સ્કૂટર ઉભું રખાવતા ઉભું રાખ્યું હતું ત્યારબાદ બંનેમાંથી એક શખ્સે તારી પાસે જે હોય તે આપી દે કહેતા તેણે સ્કૂટર ચાલુ કરી ફોન કાઢી પરિવારને જાણ કરવાની કોશિષ કરતા તે શખ્સ તેના હાથમાંથી રૂૂા.પ હજારનો ફોન ઝૂંટવી બંને ભાગી જતાં માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ડોડીયા તપાસ ચલાવી રહ્યા છે.