કોટડાસાંગાણી પંથકમાં બે જુગારના દરોડા, 17 ઝડપાયા
મોવિયા ગ્રામ પંચાયતનો સભ્ય પણ જુગાર રમતો હતો, 3.52 લાખનો મુદ્દામાલ જપ્ત
કોટડા સાંગાણી પંથકમા બે જુગારનાં દરોડા પાડવામા આવ્યા હતા . આ દરોડા દરમ્યાન પોલીસે 17 જુગારીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ. 3.52 લાખનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો. આ જુગારનાં દરોડામા મોવીયા ગ્રામ પંચાયતના સભ્ય પણ જુગાર રમતા પકડાયો હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
મળતી વિગતો મુજબ કોટડા સાંગાણીનાં સીસક ગામની સીમમા જયેશ ઉકાજી પઢીયારની ઓરડીમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબીનાં પીઆઇ વી. વી. ઓડેદરા, ઇન્દ્રસિંહ જાડેજા , અને એએસઆઇ જયવીરસિંહ રાણા સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સીસક ગામનાં જયેશ ઉકાજી પઢીયાર, મનીષ હરેશ સાપરા , અશ્ર્વિન સવજી ભાલાળા (રહે. ગામ મોવીયા ) , અશોક બાબુ કથીરીયા , રાજા વશરામ ધ્રાંગીયા, મુકેશ વીઠલભાઇ સાપરા, દેવાયત મુંજા ગઢવી, મોહન પાચા ટારીયા , સંજય હરી કયાડા, જસા ભીમા ગોલતર અને રાજકોટમા દોશી હોસ્પીટલ પાસે ભોલેનાથ સોસાયટીમા રહેતા સામત કનુભાઇ સુસરાને ઝડપી લઇ તેની પાસેથી 1 લાખ પ હજારની રોકડ, 9 મોબાઇલ , 3 બાઇક સહીત રૂ. ર.ર0 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો . આ દરોડામા ગોંડલનાં મોવીયા ગામનાં અશ્ર્વિન ભાલાળા જે મોવીયા ગ્રામ પંચાયતનો સભ્ય હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
બીજા દરોડામા સીસક ગામની સીમમા ભુપત છગન અકબરીની વાડીની ઓરડીમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબીનાં પીઆઇ વી. વી . ઓડેદરા, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ અને સ્ટાફે દરોડો પાડી તીન પતીનો જુગાર રમતા ભુપત અકબરી, સંજય કેશુ હીરપરા, રજનીકાંત મન્સુખભાઇ ઠુંમ્મર, જીતેન્દ્રભાઇ ગાંડુભાઇ ભાલાળા , મહેશભાઇ કાનજીભાઇ સાવલીયા અને બટુકભાઇ કાબાભાઇ ભાલોળીયાને ઝડપી તેની પાસેથી 46 હજારની રોકડ, 7 મોબાઇલ અને એક કાર સહીત 1.રર લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.