જૂનાગઢમાં જુગારના બે દરોડા, 11 જુગારીને પોલીસે ઝડપી લીધા
જૂનાગઢના સી ડિવિઝન હેઠળ વિશ્વકર્મા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા હતા તેમની પાસેથી 20,690 રોકડા મળી 1.40 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.પકડાયેલા આરોપીઓમાં હરેશભાઇ અરવિંદભાઈ ડોકલ જાતે, કોળી ઉ.વ.-26 ધંધો,પ્રા. નોકરી રહે. જુનાગઢ, મધુરમ વંથલી રોડ, વિશ્વકમાં સોસા.,સાવન અરુણભાઇ મણવર જાતે, પટેલ ઉ.વ.-48 ધંધો, વેપાર રહે. વાડલા ફાટક ગાર્ડન શીટી બ્લોક નં.-101,મેણસીભાઈ સરમનભાઈ મોકરીયા જાતે, કોળી ઉ.વ.-55 ધંધો, મજુરી રહે. ગામ- વાડલા, સોસાયટી વિસ્તાર તા.વંથલી. આ ઉપરાંત જી.જુનાગઢ,જીતેન્દ્ર રામશીંગભાઇ પરમાર જાતે,કોળી ઉ.વ.-53 ધંધો, મજુરી રહે.જુનાગઢ, વંથલી રોડ, નીલ એવન્યુ ટાઉનશીપ બ્લોક નં.-72,હાર્દિક કિશોરભાઇ વાઘેલા જાતે, મોચી ઉ.વ.-30 ધંધો,ફર્નીચર રહે.જુનાગઢ, વંથલી રોડ, વિશ્વકમાં સોસા. બ્લોક-72 ,કરણ કાનજીભાઇ ડાભી જાતે, ખાંટ દરબાર ઉ.વ.-25 ધંધો,ડ્રાઇવિંગ રહે. જુનાગઢ, વંથલી રોડ, વિશ્વકમાં સોસા. બ્લોક-49 ,કિશોરભાઇ વલ્લભભાઇ ગોહેલ જાતે, તલપદા કોળી ઉ.વ.-2પ ધંધો, મજુરી રહે. જુનાગઢ, વંથલી રોડ, વિશ્વકમાં સોસા. શંકર મંદીર પાસેનો સમાવેશ થાય છે.
જયારે એ ડિવિઝનમાં ભૂલ્યા હનુમાન રોડ ઉપર રક્ષિત એપાર્ટમેનની બહાર ચાર શખ્સો ઝડપાયા હતા તેમની પાસેથી 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પકડાયેલા આરોપીઓમાં જય મનહરલાલ પારેખ ઉ.વ.-41 રહે-જુનાગઢ સરદારપરા માઈનેસ્ટ એપાર્ટમેન્ટ ,સતીષ મનસુખભાઈ ગોહેલ ઉ.વ.-33 રહે જુનાગઢ ગોધાવાની પાટી ગીરનાર રોડ રક્ષીત એપાર્ટમેન્ટ ,વિનોદભાઈ લખમણભાઇ પરમાર ઉ.વ.-53 રહે-જુનાગઢ ગીરનાર દરવાજા રાધાનગર સોસાયટી ,અશ્વીનભાઇ દેવજીભાઈ મકવાણા ઉ.વ.-60 રહે-જુનાગઢ ગોધાવાની પાટી નાથજીના દલીયાનીનો સમાવેશ થાય છે.