થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ
12:26 PM Jul 18, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. તરણેતર બાયપાસ નજીક સિરામિક ફેક્ટરી પાસે દારૂૂના કટિંગ દરમિયાન ટીમે દરોડો પાડ્યો હતો.
Advertisement
આ દરોડામાં 21,792 વિદેશી દારૂૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂૂ. 99.97 લાખ છે. આ ઉપરાંત બે વાહનો, 7 મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂૂ. 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે આ કેસમાં 8 શખ્સોની ધરપકડ કરી છે. અન્ય 7 આરોપીઓ હજુ ફરાર છે. કુલ 15 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાએ કડક પગલાં લીધા છે. તેમણે ફરજમાં બેદરકારી બદલ થાનગઢના PSI ઝેડ.કે.કછોટ અને બીટ જમાદાર મગનલાલ સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસમાં ફફડાટ ફેલાયો છે.
Advertisement
Advertisement