જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર પકડાયા
જામનગર પોલીસ ના એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે, સચાણા ગામમાં બંદર જવાના મેઈન રોડ ઉપર આવેલ અજીજ મુસા કકલના મકાનમાં ભાડેથી રહેતા સુનિલભાઈ હિરા નામનો ઈસમ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતાના હોવા છતા પોતે દવાખાનુ ખોલી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી તેમજ બાટલા ચડાવી પૈસા વસુલ કરે છે તેવી હકિકત આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. અને. તેના કબ્જા માંથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ, વિગેરે સાધનો મળી કુલ રૂૂ.1686ની કિમતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂૂધ્ધ પોલીસમાં મેડીકલ પેક્ટીશનર્સ એકટની કલમ મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ તોસીફભાઈ તાયાણી એ ફરિયાદ નોંધાવીને પોલીસે આરોપી સુનિલભાઈ રોબિનભાઈ હિરા (રહે. હાલ સચાણા ગામ તા.જી. જામનગર મુળ પશ્ચીમ બંગાળ)ની અટકાયત કરી હતી.
અન્ય એક બનાવમાં મેઘપર ગામમાં મયુરસિંહ જીવનસંગ જાડેજાના મકાનમાં ભાડેથી રહેતા અવિજીત અધીર વિશ્વાસ નામનો ઈસમ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતાના હોવા છતા પોતે દવાખાનુ ખોલી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી તેમજ બાટલા ચડાવી પૈસા વસુલ કરે છે તેવી હકિકત આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. અને. તેના કબ્જા માંથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ, વિગેરે સાધનો મળી કુલ રૂૂ.2756ની કિમતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂૂધ્ધ પોલીસમાં મેડીકલ પેક્ટીશનર્સ એકટની કલમ મુજબ ફરિયાદ નોંધાવીને પોલીસે આરોપી અવિજીત રોબિનભાઈ હિરા (રહે. હાલ મેઘપર ગામ.જી.જામનગર મુળ પશ્ચીમ બંગાળ)ની અટકાયત કરી હતી.