અજાણ્યા શખ્સોએ ઉધાર માલના 140 નહીં ચુકવ્યાની પોલીસે ફરિયાદ નહિ નોંધતા બે પિતરાઇએ ફિનાઇલ પીધું
શહેરમા દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમા પાનની દુકાન ધરાવતા યુવાન પાસેથી અજાણ્યા શખ્સોએ ઉધાર માલ ખરીદયા બાદ રૂપીયા 140ની ચુકવણી નહી કરતા માલવીયાનગર પોલીસ મથક ખાતે વેપારીના બે પિતરાઇ ભાઇઓ ફરીયાદ નોંધાવવા પહોંચ્યા હતા.
પરંતુ પોલીસે ફરીયાદ નહીં નોંધ્યાના આરોપ સાથે બંને પિતરાઇ બંધુએ પોલીસ સ્ટેશન બહાર જ ફીનાઇલ ગટગટાવી લેતા સારવાર અર્થે ખસેડાયા હતા.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમા રહેતા અનિલ પરષોતમભાઇ ચૌહાણ (ઉ.વ. 30) અને તેનો ફઇનો દિકરો મૌલિક મનોજભાઇ રાઠોડ (ઉ.વ. ર0) રાત્રીના દસેક વાગ્યાના અરસામા માલવીયાનગર પોલીસ સ્ટેશન પાસે હતા ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ. બંને યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા.
આ અંગે માલવીયાનગર પોલીસને જાણ થતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમીક પુછપરછમા ફીનાઇલ પી લેનાર અનીલ ચૌહાણના ફઇના દિકરા અભિને આંબેડકરનગરમા પાન ફાકીની દિકાન છે. અજાણ્યા શખ્સોએ અભિની દુકાનમાથી રૂપીયા 140ના માલની ઉધાર ખરીદી કરી હતી.જે રૂપીયાની ચુકવણી નહી કરતા અનીલ ચૌહાણ અને મૌલીક રાઠોડ માલવીયાનગર પોલીસમા ફરીયાદ નોંધાવવા પહોંચ્યા હતા પરંતુ પોલીસે ફરીયાદ નહીં નોંધ્યાના આક્ષેપ સાથે ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.