બરડા ડુંગર પંથકમાં બે રોકટોક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરના નિર્જન વિસ્તારોમાંથી અગાઉ વારંવાર દેશી દારૂૂ ગાળવાની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકારની વધુ એક કાર્યવાહીમાં ગઈકાલે ગુરુવારે ભાણવડ પોલીસ દ્વારા આ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂૂની ભઠ્ઠીઓ પર વ્યાપક દરોડાઓ પાડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ દ્વારા ગુરુવારે બરડા ડુંગર વિસ્તારમાં આ પ્રકારના દારૂૂ સંદર્ભેનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સર્વેલન્સ સ્ટાફ તેમજ સ્થાનિક પોલીસ મથકના કેશુરભાઈ ભાટિયા તેમજ જેસાભાઈ બેરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા ભરત પાંચા શામળા અને ભુદા રાજા મોરી (રહે. ધ્રામણીનેસ) નામના બે શખ્સો દ્વારા ધ્રામણીનેસ વિસ્તારમાં પાણીના વહેણના વોંકડા દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠીઓ ચલાવતા પોલીસે આ સ્થળે કડક કાર્યવાહી કરી હતી.
જેમાં કુલ 3,600 લીટર આથો, એમાં 40 લીટર દારૂૂ સહિતનો રૂૂપિયા 98,500 નો મુદ્દામાલ કબજે કરી, ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. દરોડા દરમિયાન બંને શખ્સો ફરાર જાહેર થયા છે. જેથી પોલીસે બંનેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.