કોટડાસાંગાણીના નોઘરચોરા ગામે પોલીસ ફરિયાદનો ખાર રાખી બે ભાઇઓનો પરિવાર ઉપર હુમલો
કોટડાસાંગાણીના નોંઘણ ચોર ગામે અગાઉ થયેલી માથાકૂટ મામલે કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી બે સગા ભાઈઓએ દંપતીના ઘર ઉપર હુમલો કર્યો હતો. બન્ને શખ્સોએ ગીલ્લોલ વડે પથ્થરથી હુમલો કરતા દંપતીને ઈજા થઇ હતી. આ મામલે લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નોંઘણચોરા ગામે રહેતા અને મજુરીકામ કરતા સાયબો લખમણભાઇ વાધેલા (ઉ.વ.-35)ની ફરિયાદને આધારે મનસુખ કરશન વાધેલા તથા મનસુખનો મોટાભાઇ મંગો કરશન વાધેલા સામે લોધિકા પોલીસે ગુન્હો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ તા-03/11/2025 ના રોજ સાંજના આશરે છએક વાગ્યાના સુમારે સાયબો તથા નાની દિકરી સેજલ એમ અમો બન્ને કાલંભડીના સરપંચ મુન્નાભાઈને ત્યાંથી મજુરીકામ કરી ઘરે પરત આવેલ ત્યારે પાડોશમાં રહેતા મનસુખ કરશન વાધેલા તથા મનસુખનો મોટાભાઇ મંગો કરશન વાધેલા સાથે અમારા મનમેળ ન હોય સાયબાએ અગાઉ લોધીકા પોલીસ સ્ટેશનમાં આ બન્ને વિરુધ્ધ કરેલ અરજીનો ખાર રાખી આ બન્ને જણાયે સાયબો ઘરે હાજર ન હોય ત્યારે ઘરે આવી પત્ની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતાં.
સાયબો ઘરે આવી જતાં તેને ઝધડો કરવાની ના પાડતા તેઓ પોત-પોતાના ઘર તરફ જતાં રહેલ અને ત્યાંથી ફરીથી સાયબા તથા હંસા સાથે બોલાચાલી કરવા લાગેલ અને આ બન્ને જણા એકદમ ઉશ્કેરાઈ જઈ સાયબા તથા પત્ની હંસા ઉપર છુટ્ટા પથ્થરના ઘા કરતા પત્ની હંસાને ઈજા થઇ હતી તેમજ મંગાએ પોતાની પાસે રહેલ ગિલ્લોલ વડે પથ્થર ઘા કરતા જે પથ્થરથી સાયબાને પણ ઈજા થઇ હતી. પત્ની મારા બાળકો સાથે 5થ્થર લાગી જવાની બીકે બધા ઘરની અંદર જતાં રહેલ હતા. ત્યારબાદ ત્યાં આજુબાજુમાં ઘણા માણસો ભેગા થઈ જતાં. મનસુખ તથા મંગો એમ બન્ને ભાગી ગયા હતા. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત સાયબો અને તેની પત્ની હંસા અને નાની દિકરી સેજલ ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ મામલે લોધિકા પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ શરુ કરી છે.
