વીરપુર પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે સગા ભાઈઓની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલી નાખ્યો
વીરપુર તાબેના ઉમરાળી ગામે શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાં ગત દિવસે રાત્રિના મંદિરની દાન પેટીની ઉઠાંતરી કરી તેમાં રહેલા રોકડ રકમની ચોરી થયા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં આ મામલે ઉમરાળી ગામના સરપંચ દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનમાં મંદિરમાં થયેલ ચોરી અંગેની બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસ તપાસ શરૂૂ કરાતા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ના આધારે ગણતરીની કલાકોમાં મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ કાઢી ઉપલેટા ના બંને ભાઈઓને ઝડપી પાડી આ મામલે વધુ પૂછતાજ અને તપાસ હાથ કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વીરપુર પાસેના ઉમરાળી ગામના ખોડીયાર માતાજીના મંદિરમાં ગત દિવસે ચોરી થયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં ઉમરાળી ગામના સરપંચ કેતનભાઈ કુરજીભાઈ ટીંબડીયા દ્વારા વીરપુર પોલીસમાં ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આ મામલે વીરપુર પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની એલસીબી ટીમ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી હતી.
રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા એસ.ઓ.જી.ના પીઆઈ પોલીસ ઇન્સ્પેકટર એફ.એ.પારગી તથા પીએસઆઈ એચ.સી.ગોહીલ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી કોમ્બીગ નાઇટ રાઉડમાં પીએસઆઈ આર.વી.ભીમાણી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં તે દરમ્યાન એલ.સી.બી રાજકોટ ગ્રામ્યના પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, પો.કોન્સ.મીરલભાઈ ચંદ્રવાડીયા ઓને સંયુક્ત બાતમી હકિકત આધારે વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર નેશનલ હાઈવે બસ સ્ટેન્ડ પાસેથી સીસીટીવી ફૂટેજ ના આધારે ચકાસણી અને તપાસ કરતા આ ઘટનામાં ઉપલેટા શહેરમાં સ્વામિનારાયણ મંદિર પાસે દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા આકાશ હરેશભાઈ ઉનડકટ તેમજ વસોયા ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા તેજસ હરેશભાઈ ઉનરકટ નામના બંને ભાઈઓને રૂૂરલ એલસીબી પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડ્યા હતા.
જેમાં ઝડપાયેલા બંને વ્યક્તિઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા બંનેની અટકાયત કરી ઊંડાણપૂર્વક પૂછતાછ અને વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.