For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દારૂના ગુનામાં અઢી મહિનાથી ફરાર બે બૂટલેગરની ધરપકડ

04:33 PM Jun 13, 2025 IST | Bhumika
દારૂના ગુનામાં અઢી મહિનાથી ફરાર બે બૂટલેગરની ધરપકડ

રાજકોટ શહેરના એ-ડીવીઝન પોલીસ હેઠળના દારૂના ગુનામાં ફરાર બે શખ્સોને પકડી લઈ કોર્ટ હવાલે કર્યા હતાં. આ બનાવની વધુ વિગત અનુસાર, એ-ડીવીઝન પીઆઈ બી.વી.બોરીસાગરની રાહબરીમાં પીએસઆઈ એસ.એમ.રાણા, એએસઆઈ બી.વી.ગોહિલ, એસ.એમ.મકવાણા, મહેશભાઈ ચાવડા અને ધારાભાઈ ગઢવી સહિતના સ્ટાફે બાતમીને આધારે વિજય ઉર્ફે બાલી માધુભાઈ ભટ્ટી (રહે.રામનાથપરા ભવાનીનગર શેરી નં.1) અને મોહસીન ઉર્ફે ભેંસ નાસીરભાઈ તાપાણી (રહે. રામનાથ પરા ભવાનીનગર શેરી નં.4)ની ધરપકડ કરી હતી. બન્ને આરોપી એ-ડીવીઝન વિસ્તારના દારૂના ગુનામાં અઢી મહિનાથી ફરાર હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement