બેટ દ્વારકામાં ડીગ્રી વગરના બે બોગસ ડોકટરની ધરપકડ
મેડિકલ પ્રેક્ટિશનર એકટ હેઠળ ગુનો નોંધાયો
દ્વારકા તાલુકાના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલી બકાલા માર્કેટ ખાતે મૂળ વેસ્ટ બંગાળ રાજ્યના રહીશ અને હાલ બેટ દ્વારકાના મીરાબાઈ રોડ પર રહેતા ગોબિંદા અધીરભાઈ બીશ્વાસ નામના 41 વર્ષના શખ્સ દ્વારા કોઈપણ પ્રકારની મેડિકલ ડોક્ટરને લગતી ડિગ્રી ન હોવા છતાં પણ દર્દીઓને તપાસીને દવાઓ આપવામાં આવતા અંગે એસ.ઓ.જી. પોલીસે તેની મુદ્દામાલ સાથે અટકાયત કરી, ગુનો નોંધ્યો હતો.
અન્ય એક પ્રકરણમાં દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં દાતારી ચોકમાં માસુમ ક્લિનિક નામથી લોકોની તબીબી સારવાર કરતા ઈમરાન ગફાર સોઢા નામના 42 વર્ષના શખ્સ દ્વારા વગર ડિગ્રીએ દર્દીઓને એલોપથી તેમજ અન્ય દવાઓ આપીને સારવાર કરી, જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમાય તેવું કૃત્ય કરતા તેની સામે દ્વારકા પોલીસે બી.એન.એસ. તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.