ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉપલેટામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

01:41 PM Jun 14, 2025 IST | Bhumika
Advertisement

ભારત દેશના જમ્મુ કશ્મીર રાજ્યના પહેલગાવ ખાતે થયેલ આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઈ ભારત સરકારે ભારત દેશમાં ઘુસણખોરી કરતા અન્ય દેશના લોકોને શોધી કાઢી પોતાના દેશમાં પરત મોકલવા અને પોતાના દેશમાં પરત નહિ જનાર ઘુસણખોરી કરતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહિ કરવા આદેશ આપેલ હોય, જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિંમકરસિંહે રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ઘુસણખોરી કરનારા અન્ય દેશોના લોકોને ગંભીરતાપુર્વક કામગીરી કરી, શોધી કાઢવા સુચના આપેલ હોય, જે આધારે ઉપલેટાના પીઆઈ બી. આર. પટેલ અને ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ઉપલેટા શહેરના સ્મશાન રોડ પર રામગઢ વિસ્તારના ખાટકી વાડાના નાકે ઈકબાલભાઇ ખાટકીના મકાનમાં ભાડેથી યાસમીનબેન ડો/ઓ કાદરભાઇ તૈલી તથા મુમતાજ કાદરભાઇ તૈલી જે ઉપલેટાના આરીફભાઇ તુરીયાના મકાનમાં ભાડેથી રહે છે. આ બંને બાંગ્લાદેશી મહિલાઓ કોઇપણ પ્રકારના વિઝા કે સરકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું જાણવા મળતા બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

તપાસ કરાવતા બંને બાંગ્લાદેશી મહિલાઓની પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ કે અન્ય કોઈ બીજા કોઈ આધાર પુરાવા મળી આવેલ નહિ જેથી બન્ને શંકાસ્પદ બાગ્લાદેશી મહીલા નાગરીકને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે. ઉપલેટા પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર બી. આર. પટેલ તથા પી.એસ.આઈ એસ. પી. ભટ્ટ તથા અજઈં ડી. પી. કટોચ તથા હે.કો. કે. કે. રાઠોડ, જેન્તીભાઈ મકવાણા , હરેશભાઈ જાંબકીયા તથા કો. મહાવીરસિંહ ડોડીયા, રાહુલભાઈ વાઝા, મનદીપસિંહ જાડેજા તથા દિવ્યાબેન મેતા, ડિમ્પલબેન પરમાર, બિંદુબેન સેવરા દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

Tags :
crimegujaratgujarat newsUpletaUpleta news
Advertisement
Next Article
Advertisement