ઉપલેટામાં રૂા.1.29 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ
ઉપલેટામાંથી ફોરવ્હીલ માં ચોરખાનું બનાવી વિદેશી દારૂૂની હેરફેરના નેટવર્કનો ગ્રામ્ય એલસીબીએ પર્દાફાશ કરી રૂૂ. 1.29 લાખની 470 બોટલો વિદેશી દારૂૂ સહીત રૂૂ.4.49 લાખના મુદામાલ સાથે જેતપુર અને ઉપલેટાના બે શખ્સોની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ જીલ્લામાં દારૂૂની હેરાફેરી કરતા બુટલેગર ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તેમજ જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સુચનાથી એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા સહીતનો સ્ટાફ ઉપલેટા શહેર વિસ્તારના પેટ્રોલિંગમાં હતો ત્યારે ગાંધીચોક પાસે એક ફોર વ્હીલ કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂૂ. 1,29,250ની કીમતની 470 બોટલ ઇંગ્લીશ દારૂૂની મળી આવ્યો હતો.
કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂૂની બોટલો છુપાવી લઇ જતા ઈમરાન ઈકબાલભાઈ લાખાણી (રહે. જેતપુર નવાગઢ ગેસ ગોડાઉન પાસે) અને નવાજભાઈ આસીફભાઇ કુરેશી (રહે. સ્મશાન રોડ રસુલપરા ઉપલેટા)ની ધરપકડ કરી કુલ રૂૂા.4,49,250નો મુદામાલ કબજે કર્યો હતો. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહીલ,આર.વી. ભીમાણી, એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી,નિલેશભાઈ ડાંગર, રાજુભાઇ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, અરવિદસીંહ જાડેજા, ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખે કામગીરી કરી હતી.