અરડોઇ પાસેથી 1 લાખના દેશી દારૂ ભરેલી કાર સાથે રાજકોટના કોન્ટ્રાકટર સહિત બે ઝડપાયા
કોટડા સાંગાણીનાં અરડોઇ ગામ પાસેથી પોલીસે રૂ. 1 લાખની કિંમતનાં પ00 લીટર દેશી દારુ સાથે રાજકોટનાં કોન્ટ્રાકટર સહીત બે શખસોને ઝડપી લઇ રૂ. 3.51 લાખનો મુદામાલ કબજે કર્યો હતો આ બંને શખસો ગોંડલનાં બુટલેગર પાસેથી આ દેશી દારુ લાવ્યા હોવાનુ તપાસમા ખુલ્યુ છે જેમા ગોંડલનાં બુટલેગરનુ નામ પોલીસે ખોલ્યુ છે.
મળતી વિગતો મુજબ કોટડા સાંગાણી પોલીસ મથકનાં એએસઆઇ વિશાલભાઇ ગઢાદરાને મળેલી બાતમીનાં આધારે અરડોઇ ગામ પાસે વોચ ગોઠવવામા આવી હોય તે દરમ્યાન શેવરોલેટ કંપનીની જીજે 3 સી આર 5125 નંબરની કાર ત્યાથી પસાર થતા તેને અટકાવવામા આવી હતી . કારમાથી રૂ. 1 લાખની કિંમતનો દેશી દારુ મળી આવ્યો હતો આ દારુનાં જથ્થા સાથે રાજકોટનાં આંબેડકર નગરમા રહેતા ક્ધટ્રકશનનુ કામ કરતા સુધીર મુળજીભાઇ રાખૈયા અને કોઠારીયા સોલવન્ટ પાસે રહેતા ઇમરાન અસરફ મોરવાડીયાની ધરપકડ કરી રૂ. 3.પ1 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પુછપરછમા આ દારુનો જથ્થો ગોંડલનાં ભગવત પરામા રહેતા એભલ મતવા પાસેથી લાવ્યા હોવાનુ ખુલ્યુ હતુ જેની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. ગોંડલનાં બુટલેગર એભલ પાસેથી આ દારુનો જથ્થો લાવી રાજકોટમા સપ્લાય કરવાનો હોવાનુ જાણવા મળ્યુ છે.