For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાધના કોલોનીમાં કારમાં છુપાયેલ 85 બોટલ દારૂ સાથે બેને ઝડપી લીધા

12:02 PM Feb 05, 2025 IST | Bhumika
સાધના કોલોનીમાં કારમાં છુપાયેલ 85 બોટલ દારૂ સાથે બેને ઝડપી લીધા

જામનગર ની એલસીબી પોલીસે સાધના કોલોની વિસ્તારમાંથી મોટરકારમાં હેરાફેરી કરાતો 85 નંગ દારૂૂ ની બાટલી નો જથ્થો ઝડપી લઇ, બે આરોપી ની ધરપકડ કરી છે. જામનગર ની એલસીબી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહયું હતું દરમ્યાન દારૂૂ અંગે બાતમી મળતા સાધના કોલોની વિસ્તારમાંથી પસાર થતી જી જે 3 - ડીડી - 4621 નંબર ની અલ્ટો કાર ની તલાસી લેતાં તેમાંથી રૂૂપિયા 8500 ની કિંમતની 85 નંગ દારૂૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે મોટરકાર અને દારૂૂ કબજે કરીને નીકુલસિંહ ગંભીરસિંહ જાડેજા તથા જયદીપસિંહ મહિપતસિંહ જાડેજા નામના બે આરોપીઓ ને પકડી લીધા હતા. આરોપીઓ ની પૂછપરછમાં તેઓ દારૂૂ નો આ જથ્થો ગોવા થી લાવ્યા હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement