For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શંકર ટેકરી વિસ્તારમાં મકાનમાંથી દારૂની 227 બોટલ સાથે બે ઝડપાયા

12:09 PM Feb 05, 2025 IST | Bhumika
શંકર ટેકરી વિસ્તારમાં મકાનમાંથી દારૂની 227 બોટલ સાથે બે ઝડપાયા

Advertisement

જામનગર ના શંકર ટેકરી વિસ્તારમાં એક મકાન ઉપર એલસીબી પોલીસે પૂર્વ બાતમી ના આધારે દરોડો પાડ્યો હતો, અને 227 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો ઝડપી લઇ બે આરોપી ને પકડી લીધા હતા.

જામનગર પોલીસ ની એલસીબી શાખા નાં પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પોલીસ ને બાતમી મળી હતી કે શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રાજેશ દેવજીભાઈ સાગઠીયા ના મકાનમાં દારૂૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આથી પોલીસે દરોડો પડ્યો હતો. આ સમયે તેના મકાનમાંથી રુ.43,500 ની કિંમતની 227 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો મળી આવતાં પોલીસે દારૂૂ કબજે કરી ને રાજેશ સાગઠીયા તથા અજય ઉર્ફે અજલો રાજેશભાઈ બરછાને પણ ઝડપી લીધા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement