જસદણમાં ક્રિકેટનો સટ્ટો રમતા કારખાનેદાર સહિત બેની ધરપકડ
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ઉપર મોબાઇલમાં આઇડીથી સટ્ટો રમતા હતા, બુકીની શોધખોળ
જસદણમા બાયપાસ રોડ પર શિવ કૃપા ટ્રેઇલરની બાજુમા કારખાના પાસે પોલીસે દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા કારખાનેદાર સહીત બે ની ધરપકડ કરી મોબાઇલ સહીત 8 હજારનો મુદામાલ કબજે કર્યો છે જુગાર રમતા ઝડપાયેલા કારખાનેદાર અને બાખલવડ ગામનાં શખસે કોની પાસેથી આઇડી લીધુ હતુ તે મામલે પોલીસે તપાસ શરુ કરી છે. તેમજ બુકીનુ નામ ખોલવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જસદણ પોલીસ મથકનાં કોન્સ્ટેબલ અનીલભાઇ સરવૈયાને મળેલી બાતમીનાં આધારે જસદણનાં બાખલવડ ગામ નજીક શિવ કૃપા ટ્રેડર્સ નામનુ કારખાનુ ધરાવતા કારખાનેદાર ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડી કારખાનેદાર રણજીત વાલાભાઇ પલારીયા અને બાખલવડ ગામનાં ખીમા ગોવીંદ સરૈયા નામનાં શખસોને ઝડપી લઇ તપાસ કરતા આ બંનેનાં મોબાઇલમા આઇડીમા મહીલા વલ્ડ કપમા ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રીકાનાં મેચ પર સટ્ટો રમતા ઝડપાય ગયા હતા. આ બંને શખસો પાસેથી મોબાઇલ કબજે કરવામા આવ્યા છે.
બંને શખસોએ કોની પાસેથી આઇડી લીધુ તે બાબતે તપાસ શરુ કરવામા આવી છે જો કે બંનેએ પોતાનાં મોબાઇલમાથી આઇડી આપનારની માહીતી ડીલીટ કરી નાખી હોય બંનેનાં મોબાઇલ સાયબર ક્રાઇમમા મોકલવામા આવ્યા છે જેમા આઇડી આપનાર પંટર અને બુકી સુધી પહોંચવા જસદણ પોલીસે વધુ તપાસ શરુ કરી છે . રણજીત પોતે કારખાનુ ચલાવે છે જયારે તેની સાથે પકડાયેલ ખીમા સરૈયા ડ્રાઇવીંગ કરતો હોવાનુ જાણવા મળ્યુ છે. જસદણ પોલીસ મથકનાં પીએસઆઇ ગોહીલ અને તેમની ટીમે વધુ તપાસ શરુ કરી છે.
