માજોઠીનગરમાંથી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા
04:24 PM Dec 23, 2024 IST | Bhumika
Advertisement
શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર માજોઠીનગરમાં ઓટો રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડી 36 બોટલ દારૂ અને રીક્ષા મળી કુલ રૂા.78 હજારનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી, એએસઆઇ દેવશીભાઇ ખાંભવા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દુધસાગર રોડ પર માજોઠીનગરમાંથી પસાર થતી રીક્ષાને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નં.36 (કિં.18000) મળી આવતા પોલીસે દારૂ અને રીક્ષા મળી કુલ રૂા.78000નો મુદામાલ કબજે કરી મોસીન ઉર્ફે રઘુ આરીફભાઇ ચૌહાણ (રે.લાખાજીરાજ શેરી નં.4) અને આફતાબ ભીખાભાઇ ચૌહાણ (રે.ગંજીવાડા)ને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement