ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હથિયાર ટીંગાડી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બેની ધરપકડ

02:03 PM Nov 13, 2025 IST | admin
Advertisement

મોરબી એસઓજી પોલીસ ટીમે હળવદ તાલુકાના ભલગામડા ગામના યુવકની અને હથિયારના પરવાનેદાર વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં પકડાયેલ યુવકે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં હથિયાર સાથેના ફોટા અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરી સીન સપાટા કરતો હોય જેથી એસઓજી પોલીસે હથિયાર ધારક સહિત બન્નેને ઝડપી લઈ હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મોરબી એસ.ઓ.જી. પોલીસને ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. deshiboybaval ઉપર હથિયાર સાથેના ફોટા અને વિડીયો પોસ્ટ થયાની માહિતી મળતા તેની તપાસ કરવા સૂચના કરી હોય તે દરમિયાન એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને ખાનગી બાતમી આધારે ઉપરોક્ત આ આઈ.ડી. સંચાલકની ઓળખ કરી તેને હળવદ તાલુકાના ભલગામડા ગામે પલાસણ ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી બાવલભાઈ વિઠ્ઠલભાઈ દેત્રોજા (ઉવ.22) રહે. ભલગામડાં તા.હળવદ વાળાએ બે વર્ષ પહેલા પોતાના સંબંધી છેલાભાઈ મનજીભાઈ ઉઘરેજા ઉવ.57 રહે. ભલગામડાં તા.હળવદ વાળાના લાયસન્સવાળા સીંગલ બેરલ મજલ લોડ હથિયારથી પોતાના મોબાઈલમાં ફોટો પાડી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આવા કૃત્યથી સમાજમાં ભયનું વાતાવરણ સર્જાય તેવી શક્યતા હોવાને કારણે એસઓજી પોલીસે સીંગલ બેરલ મજલ લોડ હથિયાર કિં.રૂૂ. 10,000/-, વીવો કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂૂ.5,000/- એમ કુલ રૂૂ.15,000/-ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીની અટક કરી તેમની વિરૂૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement