For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજસ્થાનથી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેલ્ફ ડ્રાઇવમાં કાર પડાવી લેનાર બે પકડાયા

04:24 PM May 23, 2025 IST | Bhumika
રાજસ્થાનથી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેલ્ફ ડ્રાઇવમાં કાર પડાવી લેનાર બે પકડાયા

રાજસ્થાનના જયપુરમાંથી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેલ્ફ ડ્રાઈવમાં કાર મેળવી લઈ રાજકોટ લઈ આવી છેતરપિંડી કરનાર બે આરોપીને ક્રાઈમ બ્રાંચે કાર સાથે પકડી લઈ પુછપરછ શરૂૂ કરી છે.

Advertisement

ધરપકડ કરાયેલામાં વિનશ ઉર્ફે બટ્ટો દિલીપભાઈ ભગત (ઉ.વ.27, રહે. હુડકો કવાર્ટર, કોઠારીયા રોડ) અને લકીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (ઉ.વ.22, રહે. આશાપુરા શેરી નં.9, હુડકો, કોઠારીયા રોડ)નો સમાવેશ થાય છે.ક્રાઈમ બ્રાંચે જામનગર રોડ પર સ્થિત ભુતનાથ મહાદેવ મંદિર નજીકથી નંબર પ્લેટ વગરની કાર સાથે બંને આરોપીને પકડી પૂછપરછ કરતા આ કાર સેલ્ફ ડ્રાઈવ માટે ભાડે લઈ પરત નહીં આપી છેતરપિંડી કરી હોવાની કેફીયત આપી હતી.

પોલીસે જણાવ્યું કે, આરોપી વિનસ ભગત અગાઉ દારૂૂ સહિત બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. આશરે બે માસ પહેલા આરોપીઓ રાજસ્થાનના જયપુર ગયા હતા. જયાં વિનસે તેના મિત્ર કિશુ મારફતે આરોપી લકીરાજનાં નામના બોગસ ડોકયુમેન્ટ બનાવી તેના આધારે સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડેથી લઈ રાજકોટ લઈ આવ્યા હતા. ત્યારથી બને આ કારનો ઉપયોગ કરતા હતા. આ મામલે જયપુર સિટીના શિવદાસપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.આ કામગીરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઇ વી.ડી.ડોડીયા,હેડકોન્સ્ટેબલ દિપક ભાઈ ચૌહાણ, જયરાજભાઈ કોટિલા અને વિશાલભાઈ દવે સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement