For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટ પાસે કારમાં ચોરખાનું બનાવી 550 બોટલ દારૂ છૂપાવી લઇ જતા બે ઝડપાયા

11:46 AM Oct 31, 2025 IST | admin
આટકોટ પાસે કારમાં ચોરખાનું બનાવી 550 બોટલ દારૂ છૂપાવી લઇ જતા બે ઝડપાયા

જૂનાગઢના બુટલેગરનું નામ ખુલ્યું, 4.71 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement

આટકોટ પાસેથી ગ્રામ્ય એલસીબીની ટીમે જુનાગઢ જીલ્લામાં નાસતા-ફરતા બુટલેગરને કારના ચોર ખાનામાં વિદેશી દારૂૂની બોટલો નંગ 550 છુપાવી લઇ જતા બે શખ્સોને ઝડપી લઇ કુલ રૂૂ. 4.71 લાખનો મુદ્દામાલ કબજે કરી જૂનાગઢના સપ્લાયરનું નામ ખોલ્યું છે.

રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ, જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ દ્વારા જીલ્લામાં દારૂૂ જુગારના કેશો શોધી કાઢવા સારૂૂ સુચના આપેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરાની ટીમે બાતમીના આધારે આટકોટ બાબરા રોડ મહીલા કોલીજ પાસેથી જીજે-01-આરએન0542 માં ચોર ખાનું બનાવી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 550 બોટલો છુપાવી લઇ જતા જુનાગઢ, સુખનાથ ચોક, કિશોરીવાડા શેરી નં.05, નરસિંહ મહેતાના ચોરા પાસે રહેતા જહાંગીર અમિનભાઇ શેખ જુનાગઢ, જગમાલ ચોક, તપસ્વી શેરી, ઉપરકોટ પાસે રહેતા આનંદ છગનભાઇ સરવૈયાની ધરપકડ કરી પુછપરછ કરતા જુનાગઢના વિકી સીંધીનું નામ ખુલ્યું હતું. એલસીબીએ કુલ રૂૂા. 4,71,250નો મુદ્દમાલ કબજે કર્યો હતો.

Advertisement

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહીલ,આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા અનીલભાઇ બડકોદીયા, તથા પો.હેડ કોન્સ. દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, પ્રણયભાઈ સાવરીયા, ધર્મેશભાઇ બાવળીયા તથા પો.કોન્સ. મીરલભાઈ ચંદ્રવાડીયા, ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement