બે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીને 20 વર્ષની સજા
જામનગરના ચિલ્ડ્રન હોમ ગલ્સ (વિકાસ ગ્રહ ) માંથી અડધી રાત્રે ચૂપચાપ નીકળી ગયેલી બે સગીરાઓ સાથે ગેસ્ટ હાઉસ માં દુષ્કર્મ આચારવા ના કેસમાં બે આરોપીઓને અદાલતે 20 વર્ષની સજા ફટકારી છે.
જામનગરના ચિલ્ડ્રન હોમ ગર્લ્સ (કસ્તુરબા વિકાસ ગૃહ )માં રહેતી 16 વર્ષ અને 14 વર્ષની બે સગીરાઓને ત્યાં રહેવું ગમતું નહીં હોવા થી ગત તારીખ 2 એપ્રિલ 2021ના રાત્રે 3 વાગે ચિલ્ડ્રન હોમ માંથી નીકળી ગઈ હતી.
અને સાત રસ્તા રીક્ષા સ્ટેન્ડ પાસે પહોંચી હતી. જ્યાં નવાબ નામનો એક રીક્ષા ચાલક જે એક સગીરાનો પરિચિત હતો તેનો ભેટો થયો હતો. આ બંને સગીરાઓએ પોતાને શહેરમાં ફરવું છે તેમ કહેતા તેને રિક્ષામાં ફેરવી હતી. ત્યાર પછી ખોડીયાર કોલોની વિસ્તારમાંના રાજ ચેમ્બર પાસેના ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો જ્યાં નવાબે બંને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી બીજે દિવસે સવારે નવાબનો મિત્ર રાહુલ ભરતભાઈ સોલંકી ગેસ્ટ હાઉસમાં આવ્યો હતો અને સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
ગેસ્ટ હાઉસના મેનેજરે બંને આરોપીઓને રૂૂમની ફાળવણી કરી હતી. આ અંગે ચિલ્ડ્રન હોમ ગર્લ્સના અધિકારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આથી પોલીસે બંને આરોપી નવાબ બસીરભાઈ સેતા અને રાહુલ સોલંકીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. આ અંગે નો કેસ સ્પેશિયલ પોકસો કોર્ટ માં જજ વી પી અગ્રવાલની અદાલતમાં ચાલી જતા સરકાર પક્ષે 18 સાહેદોને તપાસવામાં આવ્યા હતા તથા દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલની દલીલો વગેરેને ધ્યાને લઈને અદાલતે બંને આરોપીને 20 વર્ષની સજા તથા ગેસ્ટ હાઉસ મેનેજરને રૂૂ.10,000. ના દંડની સજાનો હુકમ કર્યો હતો તેમ જ ભોગ બનનારને રૂૂ. બે લાખ નું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.