For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચ સહિત બે આરોપી રિમાન્ડ પર

11:28 AM Jul 04, 2025 IST | Bhumika
મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચ સહિત બે આરોપી રિમાન્ડ પર

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ગુનામાં મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે બંને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ ગુનામાં હજુ મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓને પકડવાના બાકી છે તેવું તપાસનીસ ડીવાયએસપીએ પત્રકારોને જણાવ્યુ છે.

Advertisement

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની ગત માર્ચ માહિનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાયેલ છે અને આ ગુનામાં અન્ય લોકોની પણ સંડોવણી હતી જેથી ફરિયાદી મોરબી એસપીના તાબામાં આ ગુનાની તપાસ યોગ્ય રીતે થશે નહીં તેવી સરકારમાં રજૂઆત કરી હતી જેથી કરીને આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી આ ગુનાના કામે હાલમાં હેતલબેન ભોરણિયા અને ભરતભાઇ દેગામાની ધરપકડ કરી હતી આ બંને આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે બંને આરોપીના તા. 8 સુધી એટ્લે કે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement