યુટ્યુબરના અપહરણ-નિર્વસ્ત્ર કરી માર મારવાના બનાવમાં બે આરોપી ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં યુટ્યૂબર સામે ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે. 22 ફેબ્રુઆરીના મોડીરાતે ગુંદાળા ગામના યુટ્યૂબર પરોયલ રાજાથ ઉર્ફે દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેને નગ્ન કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો. પીડિત દિનેશ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે, હુમલાખોરોએ કીર્તિ પટેલના કહેવાથી તેના મૂછ અને વાળ પણ કાપી નાખ્યાં હતાં. પીડિત દિનેશ સોલંકીના જણાવ્યા મુજબ, ઘંટિયા ગામના ફાટક પાસે ત્રણ કારમાં આવેલા 10થી વધુ શખ્સે તેનું અપહરણ કર્યું હતું. જે બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી, ઊંધો સુવડાવી ઢોરમાર માર્યો હતો.
હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું કે, રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાંખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતાં.
પીડિત દિનેશે વધુમાં જણાવ્યું કે, થોડાં સમય પહેલાં તેણે યુટ્યૂબ પર પખજૂરભાઈથ ઉર્ફે નીતિન જાનીની તરફેણમાં એક પોસ્ટ કરી હતી. ત્યાર બાદ આરોપી મિત, અર્જુન કાનો અને સિદ્ધરાજ સાથે આ બાબતે વિવાદ થયો હતો. આ મામલે તેણે તાલાલા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
આ ઘટનામાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.પટેલ ના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા સુત્રાપાડા પો.સ્ટે. કલમ 189,190,191,140(2),115(2),117(2),314, 351(2),352 તથા જી.પી.એક્ટ 135 મુજબનો ગુન્હો તા.23/02/2025 ના કલાક 02/45 વાગ્યે જાહેર થયેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ માંથી બે આરોપી જેમાં નંબર (1) સિધ્ધરાજસીંહ ભુપતસીંહ ચુડાસમા ઉ.વ.24 રહે.થરેલી ગામ મોરાસા ગેટ પાસે વાડી વિસ્તાર તા.સુત્રાપાડા (2) કૃષ્ણસીંહ ઉર્ફે મુનો મહોબતસીંહ ચુડાસમા ઉ.વ.34 રહે.થરેલી ગામ તા.સુત્રાપાડા ને ગણતરીના કલાકોમાં પકડી પાડી ધોરણસર અટક કરવામાં આવેલ છે.