મીઠાપુરમાં ગોડાઉનમાં થયેલ ચોરીના પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા હેમંતભાઈ મોહનલાલ ભાટિયા નામના 50 વર્ષના વેપારી યુવાનના મીઠાપુર ગોડાઉન એરીયા ખાતે આવેલી ઓફિસમાં થોડા દિવસો પૂર્વે કોઈ તસ્કરોએ ત્રાટકી, અને અહીંના દરવાજા તોડીને ટ્રક તેમજ ટ્રેક્ટરને લગતા વિવિધ માલ સામાન ટ્રકની વ્હીલની એક્સેલ, ફેશિંગ પ્લેટ, એન્જિનના પિસ્ટન, વ્હીલના બેરિંગ વિગેરે રૂૂ. 1,62,300 ની કિંમતના 15 પ્રકારના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.આ પ્રકરણના અનુસંધાને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ મીઠાપુર પોલીસ મથકના પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભીને આ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા તથા રાજદીપસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરંભડા ખાતે રહેતા વિજય દિલુભાઈ બરહારીયા (ઉ.વ. 42)અને સુરજકરાડીના વીકી ગોવિંદભાઈ ગોદળીયા (ઉ.વ. 19) નામના બે શખ્સોને દબોચી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસ દ્વારા આગવી ઢબે કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીઓ પાસેથી કુલ રૂૂપિયા 44,200 ના મુદ્દામાલ મળી આવ્યો હતો. વધુ વિગત મુજબ આરોપી વિજય દિલુભાઈ સામે અગાઉ પણ ચોરી સંદર્ભેના મીઠાપુરમાં ત્રણ તેમજ અન્ય એક મળી કુલ ચાર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.