શેર બજારમાં નફાની લાલચ આપી 16 લાખની ઠગાઈમાં બે એકાઉન્ટધારકોની ધરપકડ
શેર માર્કેટમા મોટો નફો આપવાની લાલચ આપી રાજકોટની ખાનગી કંપનીના મેનેજરને ફેક એન્ડ્રોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે અલગ-અલગ ખાતાઓમા રૂૂ.16 લાખ જેટલી રકમ ટ્રાંસફર કરાવી છેતરપીંડી કરનાર સાઈબર ગેંગના બે સાગ્રીતોને રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમે ગોંડલ ખાતેથી ઝડપી લીધા હતા. તપાસમાં ગોંડલની એક મહિલાનું નામ ખુલ્યું છે.
મળતી વિગતો મુજબ હનુમાન મઢી અલ્કાપુરી સોસાયટી શેરી નં- 2/9 કોર્નર મકાનમાં રહેતા અને પુષ્કરધામ મેઇન રોડ પર આવેલ AMBIT એનર્જી પ્રાઇવેટ કપંનીમાં મેન્ટેનસ મેનેઝર તરીકે નોકરી કરતા જયભાઇ નટવરસિંહ રાઠોડ સાથે શેર બજારમાં નફો કમાવાની લાલચે એપ્લીકેશનમાં વોલેટમાં 16 લાખ જમા કરાવી છેતરપિંડી કરી હતી.
રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમે તપાસ કરતા આ રકમ અલગ અલગ એકાઉન્ટમાં જમા થઇ હોય આ મામલે ગોંડલના ચરખડીના પરેશ ગોવિંદ મકવાણા અને વોરાકોટડાના મોનેક મહેશદાસ મકવાણાની સંડોવણી ખુલતા બન્નેની ધરપકડ કરી હતી. પરેશ અને મોનેકના એકાઉન્ટમાં છેતરપીંડીની રકમ જમા થઇ હોય બન્નેની પુછપરછ કરતા જાણવા મળ્યું કે,કમીશન લઇ બન્ને ખાતા ભાડે આપતા પરેશના ખાતામાં 1 લાખ અને મોનેકના ખાતામાં 5 લાખ જમા થયા હતા જેમાં બન્નેને 10 હજાર કમીશન મળ્યું હતું.
આ કેસમાં ગોંડલની ધર્મિષ્ઠા યાદવ નામની મહિલાનું નામ ખુલ્યું છે. જે પરેશ અને મોનેકના એકાઉન્ટની કીટ મેળવી કમીશન આપી બાકીની રકમ તેણે ઉપાડી લીધી હતી. પરેશ સામે ભારતમાંથી એકાઉન્ટ ભાડે આપવાની કુલ 17 અને મોનેક સામે 3 ફરિયાદ નોધાઇ છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, સાઈબર ક્રાઈમના ઇન્ચાર્જ એસીપી સી.એમ પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ જે.એમ.કૈલા, એ.એસ.આઇ. એમ.આર. મીયાત્રા, પી.આર.કોટડ, જયભાઇ આદ્રોજા, હરપાલસિંહ ગોહીલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.