જામનગરમાં ટ્રક પડાવી લેનાર બે ફરાર આરોપી ઝડપાયા
01:07 PM Oct 03, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે એલસીબી ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે 2024 ની સાલમાં જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રક પચાવી પાડવા અને પૂર્વ યોજિત કાવતરું ઘડવાની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. જે ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદલા ગામના મેરામણભાઈ દેસુરભાઈ જોગલ, તેમજ કરસનભાઈ જેઠાભાઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
Advertisement
ઉપરોક્ત નાસ્તા ફરતા આરોપીઓ જામનગર પંથકમાં આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ ગુરુદ્વારા ચોકડી પાસેથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા, અને તેઓનો કબજો સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. સીટીબી ડિવિઝન પોલીસે બંને આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લીધા છે.
Next Article
Advertisement