For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યા

12:11 PM Apr 09, 2025 IST | Bhumika
જૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યા

જૂનાગઢમાં અવાર નવાર રસ્તે જતી છાત્રાઓ અને મહિલાઓની છેડતીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગઇકાલે જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં ટ્યુશનમાં જતી છ વર્ષની બાળા સાથે ટ્યુશન સંચાલિકાના પુત્રએ બાળકીની એકલતાનો લાભ લઇ મકાનનો દરવાજો બંધ કરી બાળકીને રસોડામા લઇ જઇ શરીરે અડપલા કર્યા હતા.

Advertisement

આ ઘટના બાદ હેબતાઇ ગયેલી બાળકીએ રડતા-રડતા તેમના માતાને વાત કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પોલીસે આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.બાળકીની માતાની ફરિયાદ અનુસાર શહેરમાં ઘાંચીપટ વિસ્તારના દિલાવરનગરની ગુલિસ્તાન સોસાયટીમાં રહેતો મુસ્તકીમ સરફરાજના ઘરે તેની માતા પાસે મહિલાની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની દીકરી ટ્યુશનમાં જતી હતી.

ગઈ તારીખ 6 એપ્રિલના રોજ બપોરે ટ્યુશન પૂરું થતાં બાળકી તેનું દફતર એક કરતી હતી અને બીજા છોકરા જતા રહ્યા હતા તે વખતે બાળકીની એકલતાનો લાભ લઇ મકાનના હોલનો દરવાજો બંધ કરી મુસ્તકીમ બાળકીને રસોડામાં લઈ ગયો હતો અને અડપલા કર્યા હતા. ઘટના અંગે સોમવારે રાત્રે બાળકીની માતાએ ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પીઆઈ વી. જે. સાવજે ત્વરિત તપાસ આદરી આરોપીની મંગળવારે અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement