For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાંથી 75 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

01:16 PM Jun 18, 2025 IST | Bhumika
જૂનાગઢમાંથી 75 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

દારૂનો જથ્થો મંગાવનાર વેરાવળના શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

Advertisement

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના વિદેશી દારૂૂની બોટલ- 19920 કિ.રૂૂા. 60,36,800 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂૂા.75,45,050 નો કબ્જે કરી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આગામી સમયમાં વિસાવદર-87 વિધાનસભા પેટા ચુંટણી-2025 તથા ગ્રામ પંચાયતોની ચુંટણી અનુસંધાને ગે.ઠા. પ્રવ્રુતીઓ રોકવા તથા ગે.કા. પ્રવ્રુતી કરતા ઇસમોને શોધી કાઢવા જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં દેશી,વિદેશી દારૂૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃત્તિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે એસ.પી.ને ચોકકસ બાતમી મળેલ કે, અમુક ઇસમોએ ગેરકાયદેસર રીતે બહારના રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રતિબંધીત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જથ્થો મંગાવેલ છે અને આ જથ્થો ટ્રક રજી.નં. જીજે-15-વાયવાય-6416 માં છુપાવીને મંગાવેલ છે. જે ટ્રક વડાલ ગામ તરફથી વાયા જુનાગઢ થઇ વેરાવળ ખાતે જવાનો છે તેવી બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પીઆઇ જે.જે.પટેલને બાતમીની જાણ કરતાં જેઓએ પીએસઆઇ ડી.કે. સરવૈયા તથા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઉપરોકત મળેલ બાતમીના આધારે વોચમાં રેવા સુચના. આપેલ જે અન્વયે ભેસાણ ચોકડી પહેલા જૂનાગઢ જુના જકાતનાકા પાસે ઉપરોક્ત બાતમી અંગે વોચમાં હાજર હતા.

Advertisement

દરમ્યાન રજી.નંબર વાળો ટ્રક વડાલ ગામ તરફથી આવતા આ ટ્રકને રોકાવી ટ્રકને કોર્ડન કરી ટ્રક ચાલકનુ નામઠામ સરનામું પુછતા પોતે પોતાનુ નામ અનિલકુમાર મહેન્દ્રસિંગ જાટ, રહે અસૌધા તોડરણ, તા.બહાદુરગઢ જી. ઝઝર રાજય-હરીયાણા વાળો ઇસમ હાજર મળી આવતા પકડી પાડી ટ્રકની કેબીન અંદર પાછળના ભાગે સીટ મઢેલ હોય, જે સીટ હટાવી જોતા એક પતરૂૂ બોલ વડે ફીટ કરેલ હોય, જેથી બોલ ખોલી આ પતરૂૂ હટાવતા બોગીમાં અંદર જવાનો રસ્તો હોય અને અંદરના ભાગે તપાસા કોથળા તથા અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જથ્થો મળી આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પોલીસ મથકે પ્રોહી એક્ટ કલમ- 65(એ)(ઇ), 81, 83, 98(2) મુજબનો ગુન્હો રજી. કરાવવામાં આવેલ.

આરોપી (1) અનિલ મહેન્દ્રસિંગ મોતીરામ જાટ, ઉવ.48 ધંધો. ડ્રાઇવીંગ રહે. અસૌધા તોડરણ, તા. બહાદુરગઢ જી.ઝઝર હરીયાણા વાળા પાસેથી કુલ બોટલ - 19920,ઝડપાઈ હતી જેની કુલ કિંમત કિ.રૂૂા. 60,36,800.આ ઉપરાંત ટાટા ટ્રક રજી. નં. જીજે-15-વાયવાય-6416, જેની કુલ કિંમત.રૂૂા. 15,00,000 મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂા.1,000 તેમજ રોકડા રૂૂા. 7250. મળી કુલ કુલ મુદામાલ કિ.રૂૂા. 75,45,050. પોલીસે કબજે કર્યો હતો આ ઉપરાંત હાજર નહિ મળી આવેલ આરોપી (2) મનીષ, અને (3) વેરાવળ ખાતે દારુ મંગાવનાર ઇસમ ના નામે પણ પોલીસે ગુન્હો નોંધ્યો હતો

Advertisement
Tags :
Advertisement
Advertisement