For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બામણબોર પાસેથી 59 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

04:47 PM Apr 12, 2025 IST | Bhumika
બામણબોર પાસેથી 59 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રૂપિયા 59.29 લાખનો 836 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો ભરેલો ટ્રક બેંગ્લોરથી રાજસ્થાનનો શખ્સ લઈને આવ્યો હતો અને તેને મોરબી તરફ કટીંગ કરવા પહોંચાડવાનો હતો તે પૂર્વે જ ક્રાઈમ બ્રાંચની ટીમે આ ટ્રક ઝડપી પાડ્યો હતો.

Advertisement

મળતી વિગતો મુજબ રાજકોટ અમદાવાદ હાઈવે પર દારૂ ભરેલો ટ્રક આવવાનો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચના દિલિપભાઈ બોરીચા, દિપકભાઈ ચૌહાણ અને વિશાલભાઈ દવેને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન બામણબોર ચેક પોસ્ટ દરમિયાન ટ્રક નંબર જીજે 06 એએક્સ 6350 ત્યાંથી પસાર થતાં તેને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. રૂા. 59.29 લાખની કિંમતની 836 પેટી એટલે કે, 16,728 બોટલ વિદેશી દારૂ ટ્રકમાંથી મળી આવ્યો હતો.

ટ્રકના ચાલક રાજસ્થાનના બાડમેરના રડવા ગામના પુરબસિંહ સુજાનસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી દારૂ અને ટ્રક સહિત રૂા. 69.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચાલક પુરબસિંહે જણાવ્યું કે, આ જ દારૂ ભરેલો ટ્રક તેને બેંગ્લોરથી આપવામાં આવ્યો હતો અને વોટ્સએપ ઉપર કોલ કરતા શખ્સના કહેવા પ્રમાણે આ ટ્રક રાજકોટથી મોરબી હાઈવે તરફ લઈ જવાનો હતો. આ મામલે પોલીસે વોટ્સેપ કોલ કરનાર શખ્સનું નામ પણ ખોલ્યું છે.
ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બી બસિયાની સુચનાથી પીઆઈ એમ.એલ ડામોરની ટીમના પીએસઆઈ વી.ડી. ડોડિયા સાથે અમિતભાઈ અગ્રાવત, સંજયભાઈ રૂપાપરા, મયુરભાઈ મિયાત્રા, રાજેશભાઈ જડુ, ગીરીરાજસિંહ જાડેજા, પ્રતિપસિંહ જાડેજા અને જયરાજભાઈ કોટીલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement