For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાંથી રૂ.25 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

01:25 PM May 29, 2025 IST | Bhumika
ભાવનગરમાંથી રૂ 25 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

ભાવનગર નજીક સણોદર ગામના પાટિયા પાસેથી ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રૂૂ.25.26 લાખની કિંમતના વિદેશી દારૂૂની 222 પેટી ભરેલ ટ્રક સાથે બે પરપ્રાંતીય શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ મુભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સણોદર ગામના પાટિયા પાસેના જોધપુર બાડમેર દાલ બાટી ચૂરમા હોટલ પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ભરેલ ટ્રક ઝડપી લીધો હતો.

પેરોલ ફર્લો સ્ક્વોડે તપાસ કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 6228 બોટલ ( 222 પેટી ) વિદેશી દારૂૂ કિં.રૂૂ. 25,26,480/- મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂૂ,ટ્રક તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 40,36,480/- ના મુદ્દામાલ સાથે સત્યનારાયણ ઉર્ફે સુરેશ જીવારામ મેઘવાલ ( રહે. ખેરણ ગામ, કુંભલગઢ રાજસ્થાન ) અને શેતાનસિંગ શ્રવણ મીના ( રહે. સરચીયા ચારણ તા. જહાજપુર, જિ.ભીલવાડા, રાજસ્થાન ) ની ધરપકડ કરી બંનેની પૂછપરછ કરતા દારૂૂનો આ જથ્થો લાલસીંગ દલિંગસિંગ રાજપૂત ( રહે. ખેરા, કુંભલગઢ,રાજસ્થાન ) એ મોકલ્યો હોવાનું અને વિદેશી દારૂૂનો આ જથ્થો રાજદીપસિંહ નાથુભા સરવૈયા ( રહે. પસવી, તા. તળાજા ) ને આપવાનો હોવાનું જણાવતા તમામ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement