મોરબીમાં કતલખાને લઇ જવાતા 28 ઘેટા સાથે ટ્રક ચાલકની ધરપકડ
મોરબીના માળીયા ફાટક પાસે બ્રીજ ઉતરતા ઉમિયા પરોઠા હોટલ સામેથી વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને ધકેલાઈ રહેલા 28 જીવિત ઘેટાઓ લઈને નીકળેલા કચ્છના બે આરોપીઓને પોલીસે જીવદયા પ્રેમીઓની મદદથી ઝડપી લઈ પશુપ્રત્યે ક્રૂરતા અધિનિયમ મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે જીજે 12 બીએક્સ 8323 નંબરના અશોક લેલન વાહનને અટકાવી તલાશી લેતા આરોપી હુસેનશા ઇબ્રાહિમશા શેખ અને આરોપી વેરસી સુજાભાઈ કરોતરા રહે.મોખાણા, જિલ્લો.ભુજ વાળાના કબ્જામાંથી ગાડીમાં ક્રૂરતાપૂર્વક ભરેલા 28 જીવિત ઘેટા મળી આવતા ઘેટાઓને મુક્ત કરાવી વાહન કબ્જે લઈ મોરબીના મહેશભાઈ ઉર્ફે મનીષભાઈ જેરામભાઈ કણઝારીયાની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ સફળ કામગીરીમાં સાથી ગૌરક્ષક જેમાં મોરબી ગૌરક્ષક દળ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ચોટીલા ગૌરક્ષક ટીમ લીંબડી ગૌરક્ષક ટીમ,લીમડી ગૌરક્ષક ટીમ,ધાંગધ્રા ગૌરક્ષક ટીમ,રાજકોટ ગૌરક્ષક ટીમ,વિરમગામ ગૌરક્ષક ટીમ ગૌરક્ષક ટીમ નો ખૂબ સારો એવો સહયોગ મળ્યો હતો.