મનહરપુરમાંથી એક વર્ષ પહેલાં ચોરાયેલી રિક્ષા સાથે ત્રીપુટી ઝડપાઇ
રાજકોટ શહેરના મનહરપુરના આઇનગર સોસાયટી પાંણીના ટાંકા પાસે રહેતા હરેશભાઇ વેલજીભાઇ ચૌહાણ (ઉ.વ.42)ની ગઇ તા.11/02/2024ના રોજ ઘર પાસેથી રીક્ષાની ચોરી થઇ હતી. આ દરમિયાન ફરિયાદી હરેશભાઇએ પોતાની રીક્ષાની શોધખોળ કરી હતી અને ફરિયાદી પણ નોંધાવી ન હોતી ત્યારે યુનિવર્સિટી પોલીસમાંથી ચોરાઉ રીક્ષા સાથે રવિ વસંતભાઇ મકવાણા (રહે. બી.ટી.સવાણી હોસ્પિટલ પાછળ શાંતિનગર રાજકોટ) સુમિત નીતિનભાઇ ઉર્ફે સાગરભાઇ ગોહેલ (રહે રૈયારોડ બ્રહ્મ સમાજ ચોક શીવપરા શેરી નં.2)ને ઝડપી પાડયા છે.
તેઓએ મનહરપુરમાંથી રીક્ષા ચોરી કર્યાની કુબલાત આપી હતી. તેમની પાસેથી રીક્ષા કબજે લીધી હતી. આરોપીઓમાં સુમિત અગાઉ મારામારી, વાહન ચોરી અને મારમારીના ગુનામાં તેમજ અજય અગાઉ મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. તેમજ આ કામગીરી યુનિ.પોલીસના પીઅઆઇ એચ.એન.પટેલ ની રાહબરીમાં પીએસઆઇ વી.જી.ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, વીજુભા જાડેજા, પ્રતાપસિંહ મોપા, જીજ્ઞેશભાઇ મારૂ, ગોપાલસિંહ અને મહિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે આરોપીને ટીટોડિયા આવાસ પાસેથી ઝડપી લીધા હતા.