For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં ટ્રાફિક જમાદાર વતી 3500ની લાંચ લેતા ટીઆરબી અને પાનની દુકાનવાળા રંગે હાથ ઝડપાયા

12:48 PM Dec 05, 2024 IST | Bhumika
જેતપુરમાં ટ્રાફિક જમાદાર વતી 3500ની લાંચ લેતા ટીઆરબી અને પાનની દુકાનવાળા રંગે હાથ ઝડપાયા
Advertisement

જેતપુર પોલીસની ટ્રાફિક શાખાના જમાદાર પ્રતિક દેવમુરારી વતી રૂૂા.3500ની લાંચ લેતાં ટ્રાફિક બ્રિગેડ વિક્રમ હરેશભાઈ ચાવડા અને પાનની દુકાન ચલાવતા જતિન ચતુરભાઈ રાજપરાને એસીબીએ રંગેહાથ ઝડપી લેતાં જેતપુરના પોલીસ બેડામાં સન્નાટો મચી ગયો હતો.ફરાર થયેલ જમાદારને ઝડપી લેવા એસીબીની ટીમે તપાસ શરુ કરી છે.

બોલેરો પીકઅપ વાનમાં ભરી બળતણના લાકડા કારખાનાઓમાં સપ્લાય કરવાનું કામ કરતા એક ડ્રાઈવરને દર મહિને તેનું વાહન રોકી હેરાનગતિ નહીં કરવાના અને ગાડી ડિટેઈન નહીં કરવાના પેટે જેતપુર ટ્રાફિક બ્રાંચના કોન્સ્ટેબલ પ્રતિક દેવમુરારીએ રૂૂા. 3500ની લાંચ માગી હતી. બે મહિના એટેલે કે, ત્રણ મહિનાના

Advertisement

રૂૂા.3000 અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના રૂૂા.500 મળી કુલ રૂૂા. 3500ની લાંચ માંગી હતી. જે બાબતે ડ્રાઈવરે એસીબીમાં ટોલ ફ્રી નંબરનો સંપર્ક કર્યો હતો. જેના આધારે રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલે, પીઆઈ પી.એ. દેકાવાડીયાને લાંચનું છટકું ગોઠવ્યું હતું.

જેતપુર હાઈ-વે રોડ પર આવેલ રાજશક્તિ પાન નામની દુકાને એસીબીની ટીમ વોચમાં ગોઠવાઈ હતી. અને રૂૂ.3500ની લાંચમાં ટ્રાફિક બ્રિગેડ વિક્રમ પાસે પહોંચ્યા હતા. તેની સાથે હેતુલક્ષી વાતચીત કરતા તેણે પોલીસ વતી નિયમિત રીતે લાંચની રકમ સ્વીકારવાનું કામ કરતાં રાજશક્તિ પાન નામની દુકાન ચલાવતા જતીન રાજપરાને રકમ આપવાનું કહ્યું હતું. પરિણામે જતિને રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેને અને બાદમાં ટ્રાફિક બ્રિગેડ વિક્રમને ઝડપી લીધો હતો. આ બંને આરોપીઓ ઉપરાંત જમાદાર પ્રતિક વિરૂૂધ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે. હવે પ્રતિકને ઝડપી લેવા એસીબીએ તજવીજ શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement