ટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો
મૂળ રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતી અને હાલ વડોદરામાં રહેતી ટ્રાન્સ વુમને ડિપ્રેશનની 20 ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કરવાના મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રેમી અને તેના માતા-પિતા સામે ફરિયાદ નોંધાઈ છે. આપઘાતનો પ્રયાસ કરવા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનોવડોદરામાં રહેતા ટ્રાન્સવુમન પ્રિતી (નામ બદલ્યું છે)એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારુ મૂળ વતન રાજકોટ જિલ્લાનું જેતપુર છે. મે અગાઉ રાવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી હાર્દિક ઉર્ફે ભોલુ સિદ્ધરાજભાઈ મેર અને તેના માતા-પિતા સામે ફરીયાદ આપી હતી, ત્યારબાદ હું ગત 8 મેના રોજ હું મારા કામથી જેતપુર ગઇ હતી અને રાત્રીના હું અમારા ઘરે રોકાઈ હતી અને અગાઉ મારે આ હાર્દિક ઉર્ફે ભોલુ તથા તેના માતા-પિતા સાથે ટેલીફોનિક વાતચીત થઈ હતી અને તેઓ મીટીંગ કરીને સમાધાનની વાત કરવા માંગતા હતા.
જેથી હું તેમની સાથે મીટીંગ કરવા તૈયાર થઈ હતી, તે મુજબ 9 મેના રોજ મારે હાર્દિક ઉર્ફે ભોલુ સાથે વાતચીત થઈ હતી અને મેં તેઓને મારા ઘરે રાત્રે મીટીંગ કરવા માટે આવવા જણાવ્યું હતું.રાત્રે 10 વાગ્યાની આસપાસ હું, મારા પિતા, મારા ફોઇ, મારા દાદી અને મારા પિતાના એક મિત્ર હાજર હતા, તે વખતે આ હાર્દિક ઉર્ફે ભોલુ સિદ્ધરાજભાઈ મેર, ગીતાબેન સિદ્ધરાજભાઈ મેર, સિદ્ધરાજભાઇ જાદવભાઈ મેર અને કિશન સિદ્ધરાજભાઈ મેર (તમામ રહે. રામજી મંદિર પાસે નવાગઢ ગામ, તા.જેતપુર, જી.રાજકોટ) અમારા ઘરે આવ્યા હતા અને અમારા ઘરે બેસી અંદરોઅંદર વાતચીત ચાલતી હતી, તે વખતે કિશન મેર ત્યાંથી નિકળી જતો રહ્યો હતો અને બીજા લોકો બેઠા હતા.અમે લોકો વાતચીત કરતા હતા અને મને અપનાવી લેવા માટે હાર્દિકને અમારા ઘરના સભ્યો સમજાવતા હતા જેમાં હાર્દિક ઉર્ફે ભોલુએ મને અપનાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને તેના માતા પિતા મને કહેતા હતા કે, આવુ કરીને કોઇની જીંદગી ના બગાડાય અને તેની માતા ગીતાબેન મને કહેતા હતા કે, તું મને છોકરા જણીને આપ તો તને અપનાવુ અને તેના પિતા પણ મને અપશબ્દો બોલતા હતા.
ત્રણેય જણા મને ગમે તેવી ગંદીગાળો આપવા લાગ્યા હતા અને મારા ઉપર ખોટા આક્ષેપો કરતા હતા.મારી સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ તેઓએ મારી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્રણેય જણાએ કહ્યું હતું કે, તું મરી જા (અપશબ્દો), તે તો બે-ત્રણ છોકરાની જીંદગી બગાડી છે અને તારાથી ના મરાતુ હોય તો અમે દવા લાવી આપીએ અને તે પીને મરી જા, તેવી ધમકી આપવા લાગ્યા હતા અને બીજા પણ ઘણા શબ્દો બોલ્યા હતા, જે બાદ તેઓ ત્યાંથી નિકળી જતા રહ્યા હતા. જેનાથી હું એક પુરૂૂષ હોય અને તેમાંથી લીંગ પરિવર્તન કરાવી સ્ત્રીની જાતિ કરાવી હોય અને તે પણ આ હાર્દિક ઉર્ફે ભોલુના વિશ્વાસમાં કરી હતી, તેમ છતાં તેના પરિવારના મને અપનાવતા ન હોવાથી અને મારા ઉપર ખોટા આક્ષેપો કરતા હતા અને મારા વિશે ખુબ જ ખરાબ બોલી મને મરી જવાની ધમકી આપી હતી.