રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોલકાતા મેડિકલ કોલેજમાં ટ્રેઇની લેડી ડોકટર પર બળાત્કાર બાદ ક્રૂર હત્યા

05:51 PM Aug 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર સાથે થયેલી નિર્દયતાએ બધાને હચમચાવી દીધા હતા. લેડી ડોક્ટર પર પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો અને પછી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી. પોલીસે આ મામલે બળાત્કારનો કેસ નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં લેડી ડોક્ટર બેભાન હાલતમાં મળી આવી હતી.

આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શુક્રવારે (9 ઓગસ્ટ)ના રોજ હંગામી કર્મચારી સંજય રોયની ધરપકડ કરી હતી. સ્થાનિક પોલીસે બળાત્કારનો કેસ નોંધ્યો છે. તાલીમાર્થી ડોક્ટર વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. શુક્રવારે સેમિનાર હોલમાં તે બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિતાના માતા-પિતા સાથે વાત કરી છે. પોલીસે તાલીમાર્થી તબીબના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે. આ મામલાની તપાસ માટે એક જઈંઝની પણ રચના કરી છે. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાતીય હુમલો અને હત્યાનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેની આંખો અને મોં બંનેમાંથી લોહી વહેતું હતું, તેના ચહેરા અને નખ પર ઈજાઓ હતી. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ અને હોઠ પર ઈજાઓ હતી.
પોસ્ટમોર્ટમ દરમિયાન બે મહિલા સાક્ષીઓ અને મહિલાની માતા હાજર હતી, જે કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી હતી. કોલકાતા પોલીસના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ગુનો સવારે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે થયો હતો.

Tags :
crimeindiaindia newsKolkataKolkata Medical CollegeKolkata news
Advertisement
Next Article
Advertisement