ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટની હોસ્પિટલના CCTV વેચનારા સૌદાગરો ઝડપાયા, અમદાવાદ સાયબર ક્રાઇમેં મહારાષ્ટ્રમાંથી બે આરોપીને દબોચ્યા

02:03 PM Feb 19, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. CCTV ફૂટેજ વેચનાર આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે.

મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચનાર બે આરોપીને અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ-અલગ જિલ્લામાંથી દબોચી લીધા છે. આ બંને આરોપીઓ પહેલાથી આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. હજી પણ આ સમગ્ર દિશામાં તપાસ ચાલી રહી છે. આ બંને આરોપીને અમદાવાદ સાબર ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.

પ્રાથમિક તપાસ અનુસાર, હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપની અંગત ક્ષણોનાં 7 જેટલા વીડિયો યુટ્યૂબની એક ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ ચેનલ 6 જાન્યુઆરીએ યુટ્યૂબ પર ક્રિએટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 7 સપ્ટેમ્બરનાં રોજ અન્ય સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લિન્ક બની હતી. ટેલિગ્રામ એપ પરનાં ગ્રૂપમાં 90 થી વધારે લોકો જોડાયેલા છે. જો કે, ગ્રૂપમાં ગુજરાતીમાં સંવાદ જોવા મળ્યો નથી. પરંતુ, યુટ્યૂબ ચેનલમાં પોસ્ટ વીડિયોમાં નર્સ અને દર્દી વચ્ચેનો સંવાદ ગુજરાતીમાં છે. દ.ભારતનાં પણ કેટલાક વીડિયો ટેલિગ્રામ ગ્રૂપમાં જોવા મળ્યા છે.

વધુમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલમા મહિલાઓની સારવારના વીડિયોની આરોપીઓ ફૂટેજ મેળવીને વિવિધ લોકોને ટેલીગ્રામ મારફતે મોકલતા હતા. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. ત્યાર આ ઘટનામાં તેઓએ વધારે તપાસ આદરી છે.

 

Tags :
Ahmedabad Cyber ​​Crimecrimegujaratgujarat newsMaharashtrapayal hospitalpayal hospital CCTVrajkotrajkot hospitalrajkot news
Advertisement
Next Article
Advertisement