વેપારીને વ્યાજખોરનો ત્રાસ, પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આક્ષેપ
રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. આ મામલે દુધસાગર રોડ પર રહેતા વેપારીએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ મામલે દૂધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા વેપારી આબિદ ગુલામહુસેન ચાવડાએ રામનાથપરાના જાહીદ ઈકબાલ કાદરી સામે વ્યાજખોરીની લેખીત અરજી આપી છે. આ અરજીમાં આક્ષેપો સાથે આબીદ ચાવડાએ જણાવ્યું હતું કે, પોતે વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાલ 2022માં જાહીદ કાદરી પાસેથી 15 લાખ વ્યાજે લીધા હતા જેની સામે તેમને 32 લાખ ચુકવી દીધા હતા જેના બદલામાં વધુ 12.38 લાખની ઉઘરાણી કરતા આરોપી પઠાણી ઉઘરાણી કરી જમીન-મકાન લખાવી લેવાની ધમકીઓ આપે છે.
તેમજ આરોપી જાહીદ કાદરી ઘરે આવી સ્ત્રીઓની હાજરીમાં ગાળો આપી ધમકી આપતા હોય આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ વર્ષ પહેલા આબીદ ગુલામહુસેન ચાવડા વિરુદ્ધ થોરાળા પોલીસમાં વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ હતી.