For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં 1 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી ઝડપાયો

04:42 PM Sep 02, 2024 IST | Bhumika
રાજકોટમાં 1 લાખની પ્રતિબંધિત ઈ સિગારેટ સાથે વેપારી ઝડપાયો
Advertisement

રાજકોટ પોલીસ દ્વારા નશામુકત ભારત અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં યુવાનો નશાના રવાડે ના ચડે તે માટે કડક ચેકીંગ કરવામાં આવે છે એસઓજી દ્વારા ડ્રગ્સ અને ગાંજાના કારોબાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે એસઓજીએ શહેરમાં વેચાતી પ્રતિબંધીત ઈ-સિગારેટનું વેચાણ કરતાં વેપારીઓ ઉપર તવાઈ બોલાવી છે અને શહેરના કાલાવડ રોડ પર શક્તિનગરમાં ઈ-સિગારેટ સાથે વેપારીને ઝડપી લઈ 1 લાખની ઈ -સિગારેટ કબજે કરી છે.

એસઓજીના પીઆઈ ડી.સી.સાકરીયા અને તેમની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્યની ચેતવણી વિનાની સિગારેટ તેમજ ઈ-સિગારેટ અને વેપોનું વેચાણ કરતાં પાન-ગલ્લા અને ટોબકો પ્રોડકટના હોલસેલના દુકાનદારો ઉપર વોચ રાખી દરોડા પાડયા છે. જેમાં શહેરના કાલાવડ રોડ પર ખેતલાઆપાની બાજુમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટ એ-502માં રહેતા મિત ચંદ્રવદન પુજારા (ઉ.34) નામના વેપારીને રૂા.1.07 લાખની કિંમતની 43 જેટલી ઈ-સિગારેટ સાથે ઝડપી લીધો હતો. મિત મુંબઈથી આ સિગારેટનો જથ્થો લાવીને રાજકોટમાં યુવાનોને નશાના રવાડે ચડાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

Advertisement

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાથે એસીપી ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીનાં પીઆઈ ડી.સી.સાકરીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement