ગોંડલમાંથી પ્રતિબંધીત 61 પ્લાસ્ટિકની ચાઈનીઝ ફીરકી સાથે વેપારીની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે ખોડિયાર સિઝન સ્ટોરમાં દરોડો
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલ માં દરોડો પાડી વેપારીને પ્રતીબંધીત પ્લાસ્ટીકની ચાઈનીઝ દોરીની 61 ફીરકી સાથે ઝડપી લીધો હતો. રાજકોટ જીલ્લા ડીઆઈજી જયપાલસિંહ રાઠોડ દ્વારા આગામી ઉતરાયણ પર્વે અનુસંધાને ચાઇનીઝ દોરાના સંગ્રહ તથા વેંચાણ પર પ્રતીબંધ અંગે જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડેલ જાહેરનામા અંગે ચેકિંગ કરવા સુચના આપતા એલ.સી.બીના પી.આઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહીલની ટીમે ગોંડલ સુવાસ હોટલ પાસે ખોડીયાર સીઝન સ્ટોર નામની દુકાનમાં દરોડો પાડી પ્રતીબંધીત ચાઈનીઝ દોરીની કુલ રૂૂ.9,150ની કીમતની 61 ફીરકીઓ સાથે ગોંડલ ભગવતપરા શેરી નં-13/12 પટેલ વાડી સામે રહેતા વેપારી ગજેન્દ્ર ઉર્ફે ગોપાલ રમેશભાઇ ઉર્ફે પાંચાભાઇ સદાદિયાની ધરપકડ કરી હતી. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પી.આઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદિ તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા ભગીરથસીંહ જાડેજા તથા વાઘાભાઇ આલ તથા પો.કોન્સ મહીપાલસીંહ ચુડાસમાએ કામગીરી કરી હતી.