ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વ્યાજખોરોના ત્રાસથી થોરાળાના યુવકનો આપઘાતનો પ્રયાસ

04:11 PM Nov 04, 2025 IST | admin
Advertisement

બે લાખના ત્રણ લાખ પડાવ્યા, વધુ 3.40 લાખની ઉઘરાણી કરતા શ્રમિક યુવાને ફિનાઇલ પીધું: ત્રણ સામે ફરિયાદ

Advertisement

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે.શ્રમિક યુવક પાસેથી 10 ટકા વ્યાજ વસૂલી લાખો રૂૂપિયા પડાવી વધું રૂૂપીયા કઢાવવા પઠાણી ઉઘરાણી કરી ઘરે જઈ ધમકી આપતા યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ અંગે થોરાળા પોલીસે ત્રણેય વ્યાજખોર સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી હતી.બનાવ અંગે નવા થોરાળામાં રામનગર સોસાયટી માર્ગ નં.4 પર રહેતાં ઇન્દ્રજીત ઉર્ફે ઈન્દુ મહેન્દ્રભાઇ ટીટીયા (ઉ.વ 37)એ વ્યાજખોર તરીકે જેકી ઠક્કર, સંજય વ્યાસ અને હાર્દિક છગન મોલિયાનું નામ આપતાં થોરાળા પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

ઇન્દ્રજીતભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છુટક મજુરીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.ત્રણ મહિના પહેલા તેઓને મકાનનો હપ્તો ભરવો હોવાથી રૂૂપિયાની જરૂૂર હોય જેથી વાત મળેલ કે, જેકીભાઈ ઠક્કર વ્યાજે રૂૂપિયા આપે છે, જેથી તેઓ તેના મિત્ર મહેશભાઈ પાદરીયા સાથે આ જેકી ઠક્કરની ઓફીસ જે હુડકો પોલીસ ચોકી સામે કોઠારીયા રોડ પર આવેલ આશાપુરા એન્ટરપ્રાઇઝ પર ગયેલ હતા.ત્યારે આ જેકીભાઈને વાત કરેલ કે, મારે મકાનના હપ્તા ભરવા સારૂૂ પચાસ હજાર રૂૂપિયાની જરૂૂર છે, જેથી જેકીએ કહેલ કે, પચાસ હજારનું દર દસ દિવસે રૂૂ.3 હજાર વ્યાજ થશે તેવી વાત કરેલ હતી.

ફરીયાદીને રૂૂપિયાની ખાસ જરૂૂર હોય જેથી હા પાડેલ હતી. જેકીએ તેમને રોકડા પચાસ હજાર રૂૂપિયા આપેલ હતા. તેઓ ટાઇમ સર વ્યાજના રૂૂપિયા દર દશ દિવસે 3 હજાર રોકડા ઓફીસે જઈને આપી દેતો હતો. એકાદ મહિના પહેલા તેઓને વધારે રૂૂપિયાની જરૂૂર પડતા જેકી પાસેથી દોઢ લાખ રૂૂપિયા વ્યાજે લીધેલ ત્યારે જેકીએ કહેલ કે, આ દોઢ લાખ અને આગળના પચાસ હજાર મળી કુલ બે લાખ રૂૂપિયા થયેલ છે. જેથી તારે દર પંદર દિવસે વ્યાજના રૂૂ. 10 હજાર આપવા પડશે.

ફરીયાદીએ આજ સુધી કટકે-કટકે આ જેકીને ત્રણ લાખ રૂૂપિયા આપી દિધેલ છે, છતા જેકી ફોન પર તથા રૂૂબરૂૂ કહે છે કે, હજી તમારે રૂૂ. 3.40 લાખ આપવાના બાકી છે, તે ક્યારે આપીસ અને નહી આપે તો સારા વાટ નહી રહે તેવી ધમકી આપે છે. તેમજ જેકીના માણસો જેમાં સંજય વ્યાસ અવારનવાર ઘરે આવી તથા ફોનમાં રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરે છે.તેમજ હાર્દિક મોલીયા ફોન ઉપર ગાળો આપવા લાગેલ અને કહેલ કે, તને ઉપાડી લેતા મારે વાર નહી લાગે તેવી ધમકીઓ આપેલ અને તારે રૂૂપિયા તો આપવા જ પડશે અને રૂૂપિયા નહી આપે તો સારાવાટ નહી રહે તેમ કહી મ ગાળા ગાળી કરી ફોનમાં ધમકીઓ આપતા હતા. વ્યાજખોર જેકી તથા તેના માણસોએ વ્યાજે આપેલ રૂૂપિયા આપી દીધા છતા પણ આ લોકો અવારનવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરે છે. તેમજ અવાર-નવાર ફોનમાં તથા ઘરે આવી વ્યાજ આપી દેવા ધમકાવી માનસિક ત્રાસ આપ્યા કરે છે.

અમારે પાસે સગવડ થશે ત્યારે તમોને રૂૂપિયા આપી દેશું તેવું કહી સમજાવવા છતા સમજતા નથી અને વધુ હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હોય જેથી તેઓના ત્રાસથી કંટાળી જઈને ફરીયાદીએ ઘરે ગઇ તા.02 ના સાંજના સાડા ચારેક વાગ્યે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓને તુરંત સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement