રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેટોડામાં વ્યાજખોર બંધુનો ત્રાસ, પૈસાની ઉઘરાણી કરી દુકાન બંધ કરાવવાની ધમકી

04:21 PM Dec 23, 2024 IST | Bhumika
Advertisement

50 હજારનું 34 હજાર વ્યાજ ચૂકવ્યું છતા વધુ નાણાંની ઉઘરાણી: વ્યાજખોર સામે ફરિયાદ

Advertisement

રાજકોટ જિલ્લામાં વધુ એક વ્યાજખોરીનો બનાવ સામે આવ્યો છે.જેમાં મેટોડામાં બાલાજી સોસાયટી મકાન નંબર-2 ઠાકર સ્કૂલ પાછળ રહેતા મેહુલ રાજેશભાઈ ભટ્ટી(ઉ.25) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે લોધિકાના ચીભડા ગામે રહેતા રાહુલ ઉર્ફે ગાંડુ બાબુતર અને તેના ભાઈ મનીયા બાબુતરના નામ આપ્યા છે.ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે, તે મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર ત્રણ પાસે સહયોગ કોમ્પ્લેક્સમાં ચેમ્પિયન્સ હેર આર્ટ નામની સલૂનની દુકાન ધરાવે છે આજથી ત્રણેક માસ પૂર્વે તેના પિતા બીમાર પડતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

તે સમયે પૈસાની જરૂૂરિયાત હોય તેણે અહીં તેની દુકાનની બાજુમાં ચાની દુકાન ધરાવનાર રાહુલ ઉર્ફે ગાંડુને વાત કરતા તેણે કહ્યું હતું કે, હું તને 25000 આપું પણ એ માટે તારે રોજના રૂૂપિયા 400 એમ મહિને રૂૂ. 12,000 વ્યાજ આપવું પડશે તે સમય યુવાનને પૈસાની તાતી જરૂૂરિયાત હોય તેણે આ શરતનો સ્વીકાર કરી રૂૂ. 25,000 વ્યાજે લીધા હતા. બાદમાં રાહુલ ઉર્ફે ગાંડુ રોજ સાંજે યુવાની દુકાને આવી રૂૂ. 400 વ્યાજ લઈ જતો હતો જે યુવાને એક મહિના સુધી એટલે કે રૂૂપિયા 12000 ચૂકવ્યા હતા ત્યારબાદ તે વ્યાજ ન આપી શકતા રાહુલ અહીં દુકાને આવી પૈસાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો.

પરંતુ પિતાની તબિયત સારી ન હોય તે 10 દિવસમાં મેટોડા પરત ફર્યો હતો.ત્યારબાદ ગાંડુભાઇ સાથે વાત કરી રૂૂપિયા 25,000 ના 40,000 આપવાના અને દર મહિને રૂૂ. 5,000 હપ્તો આપવાનું નક્કી કરી સમાધાન કર્યું હતું. બાદમાં યુવાને 5000 ના બે હપ્તા મળી કુલ રૂૂપિયા 10,000 આપ્યા હતા તેમ છતાં હજુ તે રૂૂપિયા 30,000 માંગે છે.એક મહિના પહેલા યુવાને પૈસાની જરૂૂરિયાત કરતા રાહુલ ઉર્ફે ગાંડુના નાના ભાઈ મનીયા પાસેથી રૂૂપિયા 25000 વ્યાજે લીધા હતા.જેમાં રોજનું રૂૂપિયા 400 વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું તેને પણ એક મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું કુલ રૂૂપિયા 12000 ચૂકવ્યા હતા જો વ્યાજ ચૂકવવામાં મોડું થાય તો તે પેનલ્ટી લગાવતો હતો.બાદમાં યુવાને આ બંને ભાઈઓને મુદ્દલ રકમ લઈ લેવાની વાત કરતા તેઓ કહેતા હતા કે રૂૂપિયા તો તારે વ્યાજ સાથે પૂરા આપવા પડશે નહીંતર તારી દુકાન બંધ કરાવી સામાન ભરી જઈશ. જેથી અંતે યુવાને ચીભડાના આ બંધુ સામે મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે મની લેન્ડ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement