આજે તારૂ મર્ડર કરી ભેજુ કાઢી નાખવું છે, યુવતીને પાડોશી પિતા-પુત્રની ધમકી
દૂધની ડેરી વિસ્તારમાં રહેતા નફીસાબેન કરીમભાઇ મોદી(ઉ.વ.35) એ તેમના પાડોશી કાદરભાઈ હૈદરભાઈ ચોપડા અને તેમના દીકરા ફારૂકને ઘર પાસેથી નડતરરુપ લારી હટાવવાનુ કહેતા પિતા-પુત્રએ ઉશ્કેરાય મર્ડર કરી ભેજું કાઢવાની ધમકી આપતા મહિલાએ પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાવી છે.
નફિસાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.07/11ના રોજ બપોરના ચારેક વાગ્યા આસપાસ હુ મારા ઘરે હતી ત્યારે ઘરની બાજુમાં રહેતા કાદરભાઇ હૈદરભાઇ ચોપડા તથા તેનો દીકરો ફારૂૂક મને તથા મારા માતાને શેરીમાં આવીને ગાળો આપવા લાગેલ જેથી હુ ઘરની બહાર નીકળેલ અને મે તેને ગાળો આપવાની ના પાડેલ તો આ ફારૂૂક હુ તને જોઇ લઇશ તુ વીચારી પણ નહીં શકે તેવા તારા હાલ કરી નાખીશ તેમ કહેલ અને ત્યાં પડેલ ઇંટ ઉપાડેલ તથા કાદર ભાઇ તારૂૂ તો આજે મર્ડર કરી નાખવુ છે અને તારૂૂ ભેજું કાઢી નાખીશ તેમ મને ધમકી આપેલ અને આ લોકો તેમના ઘરમાં જતા રહેલ હતા અને ત્યારે મારી સાથે કોઈ જાતની મારા મારી કરેલ ન હતી.
તેમજ આ લોકો મને તથા મારા પરિવારને આવી રીતે અવાર નવાર હેરાન પરેશાન કરે છે તથા ઘણી વાર કાદરભાઈ મારા ઘરમાં તેની ઘરની અગાશીમાંથી ઇટના આડેધડ ઘા પણ કરતા પરંતુ હુ એકલી હોવાને લીધે મે કોઇ જાતની પોલીસ ફરિયાદ કરેલ હતી નહીં અને આ લોકો મને આવી રીતે હેરાન કરે ત્યારે હુ મારા ભાઇ મહમદહુસેન આ લોકોને સમજાવવા માટે બોલાવતી તો પણ આ લોકો કોઇ વસ્તુ સમજવા તૈયાર ન હોય અને મને આવી રીતે માનસીક રીતે હેરાન કરતા હોય અને મારી પાસે મકાનની માંગણી કર તા હોય અને આ લોકો રેકડીનો ધંધો કરતા હોય જે રેકડીઓ મારા ઘરની આગળ મને નડે તે રીતે રાખે છે.આ મામલે થોરાડા પોલીસે કાર્યવાહી કરી હતી.