For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમિકાને પામવા પત્ની અને બે માસૂમ બાળકોની હત્યા કરી મૃતદેહો દાટી દીધા

11:21 AM Nov 20, 2025 IST | Bhumika
પ્રેમિકાને પામવા પત્ની અને બે માસૂમ બાળકોની હત્યા કરી મૃતદેહો દાટી દીધા

ભાવનગરમાં ચકચાર બચાવનાર ત્રીપલ હત્યા કેસના આરોપી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા એ પોલીસ રિમાન્ડ દરમિયાન પોતાની પત્ની અને બાળકોની હત્યા પ્રેમિકાને પામવા કરી હોવાનું જણાવ્યું હતું.

Advertisement

ભાવનગર શહેરના ફોરેસ્ટ કોલોનીમાં વન વિભાગના અધિકારીએ તેની પત્ની અને બે બાળકોને હત્યા કરી લાશ ખાડામાં નાખી દીધી હતી પોલીસે હત્યારા શૈલેષ ખાંભલાને ઝડપી કોર્ટમાંથી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે .શૈલેષ ખાંભલા ની પૂછપરછ કરતા એક મોટો ખુલાસો સામે આવ્યો છે .જેમાં શૈલેષ ખાંભલાને વન વિભાગમાં ફરજ બજાવતી એક યુવતી સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હોય જેના કારણે યુવતીને પામવા આ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. હાલ ભાવનગરની પોલીસે આ યુવતી ની અટક કરી તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે ખૂની ખેલ બનાવમાં પ્રેમિકાની સંડોવણી ન હોય પોલીસે તેનું નામ ગુપ્ત રાખ્યું છે.આમ ભાવનગરના ક્લાસ વન અધિકારીએ પ્રેમિકાને પામવા પોતાની પત્ની તેમજ બે માસુમ બાળકોની હત્યા કરી છે. પોતાની માતા ક્યાં છે તે સવાલનો જવાબ આપવાનો ન પડે તે માટે પત્ની બાદ બે માસુમ બાળકોનો પણ ભોગ લીધો છે.

આ બનાવે સમાજ માં પણ ભારે ફિટકાર વરસાવ્યો છે. આરોપી શૈલેષ ના પિતાએ પણ કડક સજા આપવા નિવેદન કર્યું છે. સુરત ખાતે શોકસભા માં આરોપીને ફાંસીની માંગ દરમ્યાન સુરત ખાતે ત્રણેય મૃતકોની શોકસભા રાખવામાં આવી હતી .જે દરમિયાન શોકસભામાં આવેલા પરિવારના સંબંધીઓએ પણ આરોપી શૈલેષ ખાંભલા નના નિર્દય ભરેલા કૃત્ય ને લઈ આરોપીને ફાંસી આપવાની શોક સભામાં માંગ કરી કેન્ડલ માર્ચ કાઢી હતી. પણ આરોપી વિરુદ્ધ કડક પગલાં ભરવા અંગે રેલી યોજાઇ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement