રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

20 લાખની ઉઘરાણીથી પીછો છોડાવવા પોતાના મોતની સ્ટોરી ઘડી, નિર્દોષ મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી !

04:40 PM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

અયોધ્યાનો ચીટર રસોઇનો કોન્ટ્રાકટ અપાવવાના બહાને આરોપીના મિત્રના 20 લાખ હજમ કરી જતા ફસાયો અને આચર્યો સમગ્ર કાંડ

Advertisement

ગોંડલ પાસેથી રાજકોટના યુવાનની મળેલી લાશમાં મુખ્ય આરોપી પકડાતા નવો ખુલાસો

ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામે મિત્ર સંદીપગીરીની હત્યા કરી ખુદને મૃત જાહેર કરવાનો પ્રયાસ કરવાના ચકચારી બનાવમા પોલીસે મુખ્ય આરોપી હસમુખ મૂળશંકર ધાનજા(ઉ.વ 46) ને ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, અયોધ્યામાં કેટરર્સના મોટા કોન્ટ્રાક્ટ માટે ચીમન પટેલ નામના રાજકોટના કેટરીંગના ધંધાર્થીએ અયોધ્યાના શખસને રૂૂપિયા 20 લાખ હસમુખના કહેવાથી આપ્યા હતા. બાદમાં અયોધ્યાના શખસ ફોન પણ ઉપાડતો ન હોય અને ફરાર થઈ ગયો હોય કેટરર્સના ધંધાર્થીએ 20 લાખની ઉઘરાણી હસમુખ પાસે કરતા પૈસા ન ચૂકવવા પડે માટે તે ખુદને મૃત જાહેર કરવા માટે મિત્રનુ ઢીમ ઢાળી દીધુ હતુ. આ ઘટનામા પોલીસ દ્વારા હવે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમા લઇ જવાશે તેવુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે. બનાવની વધુ વિગતો મુજબ ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે ગત તા. 29/12 ના મકાનમાંથી સળગેલી હાલતમાં લાશ મળી હતી.

પ્રથમ આ લાશ હસમુખ મૂળશંકરભાઈ ધાનજા (ઉ.વ 46 રહે. રાજકોટ) વાળાની હોવાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસની તપાસમાં આ લાશ ખરેખર હસમુખના મિત્ર સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામી (રહે. નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ)ની હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે મૃતકની પત્ની ગાયત્રીબેનની ફરિયાદ પરથી હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો.

આરોપીએ મિત્ર સંદીપને ગળાટૂંપો આપી હત્યા કયર્િ બાદ પેટ્રોલ છાટી, લાશ સળગાવી હતી. જેમાં સગીરે મદદ કરી હતી. આ પ્રકરણ શાપરમાં રહેતા બાળ આરોપીને ઝડપી લીધો હતો જ્યારે મુખ્ય આરોપી હસમુખ ફરાર થઈ ગયો હતો.દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાના પગલે ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરા, એસઓજી પીએસઆઇ બી. સી. મિયાત્રા અને ગોંડલ તાલુકા પોલીસના પીઆઇ જે. પી. રાવ, દ્વારા આરોપીને ઝડપી લેવા માટે શોધખોળ શરૂૂ કરવામાં આવી હતી.

દરમિયાન આરોપી રાજકોટથી જુનાગઢ તરફ જતો હોવાની માહિતી મળતા પોલીસે રસ્તામાં જ આરોપીને દબોચી લીધો હતો.આરોપી હસમુખે પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે તેમને અયોધ્યાના શૈલેષ દુબે નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો આ શૈલેષ દુબે તેને અયોધ્યામાં કેટરર્સનો મોટો કોન્ટ્રાક્ટ આપવાની વાત કરી હતી પરંતુ હસમુખ પાસે પૈસા ન હોય તેણે આ વાત રાજકોટમાં કેટરર્સના ધંધાર્થી ચીમનભાઈ પટેલને કરી હતી. બાદમાં તેણે ચીમનભાઈને શૈલેષ સાથે વાત કરાવી હતી કોન્ટ્રાક્ટ મોટો હોય જેથી ચીમનભાઈ ને રસ પડતા તેમણે આ માટે વાતચીત આગળ વધારી હતી બાદમાં કેટરર્સના કોન્ટ્રાક્ટ માટે ચીમનભાઈ પટેલે હસમુખના કહેવાથી શૈલેષને રૂૂપિયા 20 લાખ પણ આપ્યા હતા.

20 લાખ આપી દીધા બાદ શૈલેષ ચીમનભાઈનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું જેથી આ બાબતે ચીમનભાઈએ હસમુખને વાત કરી હતી હસમુખે આ શૈલેષ દુબેને ફોન કરતા તેણે હસમુખનો પણ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને તેનો ક્યાંક પતો લાગતો ન હતો જેથી હવે ચીમનભાઈ હસમુખ પાસેથી આ પૈસાની ઉઘરાણી કરવા લાગતા તે પૈસા ચૂકવી શકે તેમ ન હોય તેણે પોતાના જ મિત્રની હત્યા કયર્િ બાદ તેની પાસે પોતાનું આઈકાર્ડ, મોબાઈલ, પાકીટ સહિત રાખી પોતાને મૃત દેખાડવા માટે લાશને સળગાવી પણ નાખી હતી.

રાજકોટ રહેતા સંબંધીને મળી જૂનાગઢ જવા નીકળ્યો અને હસમુખને પોલીસે પકડી લીધો

મિત્ર સંદીપગીરીને પતાવી દીધા બાદ હસમુખ સીધો જૂનાગઢ, સોમનાથ બાજુ ભાગી ગયો હતો અને તે વિસ્તારોમા રખડતુ ભટકતુ જીવન જીવતો હતો અને ત્યા ધાર્મિક સ્થળો પર જમી લેતો હતો. તેમજ તેમની પાસે વધુ પૈસા ન હોય જેથી રાજય છોડીને બહાર ભાગી શકે તેવી કોઇ પરિસ્થિતી હતી નહીં. તેમજ ગઇકાલે રાજકોટમા સબંધિને મળી જૂનાગઢ જવા નિકળ્યો ત્યારે પોલીસે બાતમીને આધારે પકડી લીધો હતો.

ખાસ મિત્ર સંદીપગીરીએ જ આરોપી હસમુખને ભાડે મકાન અપાવ્યું હતું

સંદીપગીરીની હત્યાની ઘટનામા હસમુખને રૂરલ પોલીસે દબોચી લીધો છે ત્યારે પોલીસમાથી વિગતો મળી રહી છે કે હસમુખની આર્થીક પરિસ્થીતી સારી ન હોય જેથી તેમને રાજકોટમા કોઇ ભાડે મકાન આપતુ નહોતુ ત્યારે તેમણે આ વાત તેમના ખાસ મિત્ર એવા સંદીપગીરીને કરી હતી અને ત્યારબાદ હસમુખને સંદીપગીરીએ મનહરપુરમા મકાન ભાડે અપાવ્યુ હતુ. મિત્રએ આ મુસીબતના સમયે ઉપકાર કર્યો આમ છતા હસમુખે સંદીપગીરીનુ ઢીમ ઢાળી દીધુ હતુ.

Tags :
crimegujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement