For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતના બે આરોપીને પકડવા મહિલા PSIએ મિત્ર બની ડેટ ઉપર બોલાવી ઝડપ્યા

03:12 PM Oct 30, 2025 IST | admin
સુરતના બે આરોપીને પકડવા મહિલા psiએ મિત્ર બની ડેટ ઉપર બોલાવી ઝડપ્યા

સુરત પોલીસે છેતરપિંડીના બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એક અનોખી અને ફિલ્મી યુક્તિનો ઉપયોગ કર્યો છે. એક મહિલા 5ીએસઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ કરીને પોતાનું નામ પૂજા જણાવ્યું અને આરોપીઓ સાથે મિત્રતાની જાળ બિછાવી. આ પછી, 5ીએસઆઈએ આરોપીઓને મળવા માટે એક ડેટ પર બોલાવ્યા હતા. આરોપીઓ મહિલા 5ીએસઆઈ દ્વારા ગોઠવાયેલી આ લવ ટ્રેપમાં ફસાયા અને નિર્ધારિત સ્થળે પહોંચતાની સાથે જ પોલીસની ટીમે તેમને દબોચી લીધા હતા. આ અસામાન્ય યુક્તિને કારણે પોલીસને મોટી સફળતા મળી છે અને ફરાર આરોપીઓ કાયદાના સકંજામાં આવ્યા છે.

Advertisement

ઝડપાયેલા આરોપીઓની ઓળખ ગિરીશ હિદડ અને કુલદીપ સોલંકી તરીકે થઈ છે. આ બંને આરોપીઓ 30 લાખ રૂૂપિયાની લોન ભરપાઈ ન કરીને છેતરપિંડી કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર હતા. આરોપીઓ સતત પોલીસથી બચવા માટે પોતાનું લોકેશન અને સંપર્ક વિગતો બદલતા હતા, જેના કારણે તેમને પકડવા મુશ્કેલ બની ગયા હતા. જોકે, મહિલા 5ીએસઆઈની ચાલાકીભરી ટ્રિકે તેમની તમામ યોજનાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અન્ય ગુનેગારોને પણ કાયદાનો ડર બતાવશે અને પોલીસની કાર્યશૈલીમાં એક નવો આયામ જોડશે.આ સમગ્ર ઓપરેશનમાં મહિલા 5ીએસઆઈની હિંમત, સૂઝબૂઝ અને વ્યાવસાયિકતાના વખાણ થઈ રહ્યા છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા પણ આ સફળતા બદલ ટીમની પીઠ થાબડવામાં આવી છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે પોલીસ ગુનેગારોને પકડવા માટે માત્ર પરંપરાગત પદ્ધતિઓ પર જ આધાર રાખતી નથી, પરંતુ જરૂૂર પડ્યે ટેકનોલોજી અને નવી યુક્તિઓનો પણ સફળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે. હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની પાસેથી છેતરપિંડીના નાણાંની વસૂલાતની પ્રક્રિયા શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement