આર્થિક ભીંસ દૂર કરવા કર્મચારીએ જ કારખાનામાંથી 10 લાખની ચાંદી ચોરી કરી’તી
કુવાડવા રોડ પર શિવપરામાં આવેલ કારખાનામાંથી 10 લાખની ચાંદીની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં બી ડિવિઝન પોલીસે તપાસ આદરી હતી. આ ઘટનામા સીસીટીવી ફુટેઝનાં આધારે પોલીસે કારખાનામા કામ કરતા કર્મચારીને સકંજામા લઇ પુછપરછ કરતા તેમણે તેમનાં સાગ્રીતો સાથે મળી ચોરી કર્યાની કબુલાત આપી હતી . આ સાથે પોલીસે 4.85 લાખનાં ચાંદીનાં બે ઢાળીયા કબજે કર્યા હતા.
બનાવ અંગે મોરબી રોડ પર વેલનાથપરા શેરીમાં રેડ રોઝ હોટલ સામે રહેતાં યોગેશભાઈ મનસુખભાઈ બહાપીયા (ઉ.વ.34) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને કુવાડવા રોડ સુર્યમુખી હનુમાન મંદીર પાછળ શિવપરા શેરી નંબર.02 માં તેમણે ચાંદીકામનુ કારખાનુ ચારેક મહીના પહેલા ચાલુ કર્યું હતું અને તેમા ચાંદીકામ કરવા માટે સાત કારીગરો મજુરીકામ કરે છે.ગઇ તા.19 ના રાત્રીના સાડા આઠેક વાગ્યે કારખાનાને તાળું મારી બંધ કરી ઘરે જતો રહેલ અને ગઇ તા.21ના સવારના સાડા નવેક વાગ્યે કારખાને આવી કારખાનું ખોલી અંદર પ્રવેશી જોતા કારખાનામાં પડેલ આશરે પોણા દસ કીલોગ્રામનો ચાંદી ભરેલ થેલો જોવામાં આવેલ નહીં, જેથી કારખાનામાં તપાસ કરતા બાજુની દિવાલની બારીનું સ્ટોપર તુટેલ જોવામા આવેલ હતું.આ ચોરીની ઘટના સીસિટીવીમાં કેદ થઈ ગઈ હતી.તેમજ કારખાનામાંથી રૂૂ.10 લાખની ચાંદી ચોરી અજાણ્યાં શખ્સો ફરાર થઇ જતાં ફરીયાદ નોંધાવી હતી.
આ ઘટના બાદ બી ડીવીઝન પોલીસ મથકનાં પીએસઆઇ જે આર સોલંકીની રાહબરીમા ડી સ્ટાફનાં નરેશભાઇ ચાવડા અને વિશ્ર્વજીતસિંહ ઝાલાએ બાતમીનાં આધારે કારખાનામા કામ કરતા અને લોધીકા પાસે મફતીયાપરામા રહેતા સુનીલ સુરેશભાઇ સુમલખાણીયા ની ધરપકડ કરી તેની પુછપરછ કરતા તેણે તેમનાં સાગરીતો લોધીકાનાં સાગર મંગા ખુદડીયા, હીરેન બાવાજી અને વિજય સુખાભાઇ સાથે મળી પોણા દસ કીલો ચાંદીની ચોરી કર્યાની કબુલાત આપી હતી તેમજ આ પ્લાન સુનીલે આર્થીક ભીંસ દુર કરવા માટે સાગરીતો સાથે મળી બનાવ્યો હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
